આણંદ, મંગળવાર
કમિશ્નરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન સપ્તાહની ઉજવણી પી.એમ. પટેલ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત યોજાયેલ રેલીને આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રી રૂપલબેન પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોલીસ વિભાગ, ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, શી ટીમ, “સખી” વન સ્ટોપ સેન્ટર, સ્વધાર ગૃહ તેમજ વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્રના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પી.એમ. પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. આ રેલી વેરાઈમાતા તળાવથી બેઠક મંદિર થઈ નવા બસ સ્ટેન્ડથી પરત પી.એમ.પટેલ કોલેજ ખાતે આવીને સમાપ્ત થઈ હતી.
આ રેલી બાદ મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસરશ્રીએ નારી વંદન સપ્તાહ અંતર્ગત તા.૦૧/૦૮/૨૦૨૩ થી તા.૦૭/૦૮/૨૦૨૩ દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમો તથા “સક્ષમ નારી સક્ષત નારી" અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
*****