આણંદ ટુડે I આણંદ ,
ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એન્જી ડિપાર્ટમેન્ટ ના વર્ષ 2023 ના સ્નાતક વિદ્યાર્થી તથા મધ્યમ વર્ગીય પરિવાર માંથી આવતા તીર્થ સુથારે Zomato માં Software Development Engineer Level-1 પદ પર પસંદગી પામી ને વાર્ષિક 50 લાખ રૂ નું સર્વાધિક પેકેજ મેળવ્યું છે.
આ પ્રસંગે સંસ્થા ના પ્રિન્સિપાલ ડૉ.ઈંદ્રજિત એન.પટેલે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વર્તમાન વર્ષ માં હાઈએસ્ટ પેકેજ સાથે તીર્થ નું પ્લેસમેન્ટ એ ચારુતર વિદ્યામંડળ તથા બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. તીર્થ ની આ સિદ્ધિ આગામી સમય માં વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી નીવડશે. બીવીએમ ખાતે અલગ અલગ ટેક્નિકલ ચેપ્ટર્સ વિદ્યાર્થીઓ ની ટેક્નિકલ સ્કિલ માટે ઘણા ઉપયોગી થાય છે તથા ચોથા વર્ષ માં ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ટરશીપ એ ઇન્ડસ્ટ્રી તથા ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે ની ગૅપ ઘટાડવા માં મદદરૂપ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2022 માં બીવીએમ ની ઇલેક્ટ્રોનિક્સ એન્જી .ની વિદ્યાર્થીની મેઘા રાજપૂત એ Google માં વાર્ષિક 54 લાખ રૂ નું પેકેજ મેળવ્યું હતું.
આ પ્રસંગે આઈ.ટી એન્જી ના વડા ડૉ.કેયુર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે પ્રથમ વર્ષ થી જ તીર્થે અભ્યાસ ઉપરાંત આઇટી એન્જી ડિપાર્ટમેન્ટ અંતર્ગત અલગ અલગ ચેપ્ટર દ્વારા યોજાતી ટેક્નિકલ ઇવેન્ટસ માં ઉત્સાહપૂર્વક ભાગ લેતો હતો તથા અંતિમ વર્ષ માં Codechef ચેપ્ટર અંતર્ગત ઘણી ઇવેન્ટ સફળતા પૂર્વક ઓર્ગેનાઈઝ કરી હતી.આઈ.ટી એન્જી ડિપાર્ટમેન્ટ ખાતે કાર્યરત Codechef ચેપ્ટરે તીર્થ ની કોમ્પટીટીવ પ્રોગ્રામીંગ સ્કિલ ડેવલપ કરવામાં ઘણી મદદ કરી હતી તથા તેના પ્રોજેક્ટ મેન્ટર ડૉ.વત્સલ શાહે તીર્થ ને પ્રોજેક્ટ માં જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.સંસ્થા ખાતે ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ કોર્ડીનેટર પ્રો.મેહુલ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.
.ઉપરોક્ત સિદ્ધિ બદલ તીર્થ સુથારે સતત પ્રેરણા અને માર્ગદર્શન બદલ સંસ્થા ના પ્રિન્સિપાલ ડૉ.ઈંદ્રજિત એન.પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત ઇન્ટર્નશિપ માટે પ્રોત્સહન તથા મદદ બદલ આઇટી એન્જી ના વડા ડૉ.કેયુર બ્રહ્મભટ્ટ તથા પ્રોજેક્ટ માં મેન્ટરશીપ બદલ ડૉ.વત્સલ શાહ નો આભાર વ્યકત કર્યો હતો તથા તેની કારકિર્દી ની સફર માં હંમેશા બળ આપનારા તેના માતા-પિતા,મિત્રો તથા અધ્યાપકો નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સિદ્ધિ બદલ ચારુતર વિદ્યામંડળ ના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલ તથા અન્ય હોદ્દેદારો એ અભિનંદન પાઠવ્યા હતા.