AnandToday
AnandToday
Sunday, 30 Jul 2023 00:00 am
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 30 જુલાઈ : 30 JULY 
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર 

બોલીવુડ ફિલ્મોના લોકપ્રિય ગાયક સોનુ નિગમનો આજે જન્મદિવસ 

નેશનલ ફિલ્મ એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત બોલીવુડ ફિલ્મોના સૌથી લોકપ્રિય ગાયકો પૈકીના એક ગાયક સોનુ નિગમનો હરિયાણાના ફરીદાબાદમાં જન્મ (1973)

* બોલીવુડ ફિલ્મ અભિનેત્રી મંદાકિની (યાસ્મિન જોસેફ)નો મેરઠ ખાતે જન્મ (1963)
તેમની યાદગાર ફિલ્મોમાં રામ તેરી ગંગા મેલી, લોહા, જાલ, આગ ઔર શોલા, ડાન્સ ડાન્સ, કમાન્ડો, શેષનાગ વગેરે છે 

* ઑસ્ટ્રિયન-અમેરિકન અભિનેતા, ફિલ્મ નિર્માતા, ઉદ્યોગપતિ, ભૂતપૂર્વ બોડીબિલ્ડર અને કેલિફોર્નિયાના 38મા ગવર્નર અને રિપબ્લિકન ગવર્નર તરીકે સેવા આપનાર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરનો ઑસ્ટ્રિયામાં જન્મ (1947)

* યુગપરિવર્તનકારી કાર્ય કરનાર રાષ્ટ્રવાદી પત્રકાર અને ઉમદા સ્વત્રતંતા સૈનિક અમૃતલાલ શેઠનું મુંબઈમાં અવસાન (1954)
મુંબઈથી તેમણે ‘જન્મભૂમિ’ (1934), ‘ડેઈલી સન’ (1934), ‘નુતન ગુજરાત’ (1942) જેવાં પત્રો શરૂ કર્યા હતાં
1940-48 દરમિયાનનાં ગાંધી-જિન્હા પત્રવ્યવહારનું પ્રકાશન અને 1946માં વોર કોરસપોંડસ તરીકે જીવનાં જોખમે આઝાદ હિન્દ ફોઝનું સાહિત્ય બર્માથી ભારત લઇ આવ્યાં તે ઘટનાઓ તેમની પત્રકારત્વની કારકિર્દીમાં યશકલગી સમાન છે

* અમેરિકન સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર અને લેક્ચરર સુનીલ ગુલાટીનો ભારતમાં પ્રયાગરાજ (અલ્હાબાદ) ખાતે જન્મ (1959)
જેમણે યુનાઇટેડ સ્ટેટ્સ સોકર ફેડરેશનની અધ્યક્ષતા કરી, FIFA કાઉન્સિલમાં ચાર વર્ષની મુદત માટે ચૂંટાયા, યુએસએસએફના પ્રમુખ તરીકે તેઓ સર્વસંમતિથી ત્રીજી ચાર વર્ષની મુદત માટે ચૂંટાયા, મેજર લીગ સોકરમાં ન્યૂ ઈંગ્લેન્ડ ક્રાંતિ માટે ક્રાફ્ટ સોકરના પ્રમુખ રહ્યા અને કોલંબિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વરિષ્ઠ લેક્ચરર પણ છે

* મોટર કાર ઉદ્યોગમાં અદભુત સફળતા પ્રાપ્ત કરનાર હેનરી ફોર્ડનો અમેરિકામાં જન્મ (1863)

* ભારતીય - બ્રિટિશ ગાયક અને સંગીતકાર વાઈટ ટાઉન (જ્યોતિ પ્રકાશ મિશ્રા)નો ઉડીસા રાજ્યમાં જન્મ (1966) 

* એડિલેડની ઓસ્ટ્રેલિયન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ​​સીટના લેબર સભ્ય રહેલ રાજકીય આગેવાન ક્રિસ્ટોફર જ્હોન હર્ફોર્ડનો ભારતના મધ્ય પ્રદેશ રાજ્યમાં જન્મ (1931)

* ભારતના 16મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સેવા આપનાર નાગરિક સેવક અને લેખક નવીન ચાવલાનો નવી દિલ્હી ખાતે જન્મ (1945)
* ઉદ્યોગસાહસિક બિક્કી ખોસલાનો દિલ્હી ખાતે જન્મદિવસ (1960)

* પદ્મશ્રીથી સન્માનિત મરાઠી અને હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી સુલોચના લાટકરનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1928)

* હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને પંજાબી ફિલ્મોમાં અભિનેતા, નિર્માતા અને માનવતાવાદી સોનુ સૂદનો પંજાબમાં જન્મ (1973)

* હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મ અભિનેત્રી અને ફિઝિયોથેરાપિસ્ટ આકાંક્ષા સિંહનો જયપુર ખાતે જન્મ (1990)
તેની નોંધપાત્ર હિન્દી ફિલ્મોમાં બદ્રીનાથ કી દુલ્હનિયા, રનવે 34 વગેરે છે 

* તમિલ ફિલ્મ ઉદ્યોગમાં અભિનેત્રી અને ટેલિવિઝન હોસ્ટ રામ્યા સુબ્રમણ્યમનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1986)

* આઈ એમ શી – મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ જીતનાર ભારતીય સૌંદર્ય સ્પર્ધાની સ્પર્ધક ઉષોશી સેનગુપ્તાનો કોલકાતા ખાતે જન્મ (1988)