AnandToday
AnandToday
Tuesday, 25 Jul 2023 18:30 pm
AnandToday

AnandToday

ચાવડાપુરા-જીટોડીયા દેવાલય ખાતે દાદા દાદી દિનની ઉજવણી

ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ અને આયુષ્માન કાર્ડ વિતરણ કેમ્પ પણ યોજાયો 

આણંદ
સમગ્ર વિશ્વના કેથોલિક સંપ્રદાયના ઈસુ પંથીઓ  આજના દિવસે વિશ્વ દાદા - દાદી દિન તરીકે ઉજવે   છે, આજે ત્રીજા વિશ્વ દાદા દાદી  દિનની ઉજવણી નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા- જીટોડીયા ખાતે કરવામાં આવી હતી. 
પ્રભુની કૃપા વંશ પરંપરાગત ઉતરે છે, આ વિષય ઉપર આજનો દિવસ મનાવવામાં આવ્યો હતો. આપણા વડીલો આપણા દાદા દાદી એ આપણી મૂડી છે અને એમને સન્માન મળવું જોઈએ, એમની સેવા થવી જોઈએ, એમને હંમેશા પ્રેમથી આગળ ધપાવતા રહેવું જોઈએ, એવા નિશ્ચય સાથે આજે દેવળમાં પાસ્ટ્રલ સેન્ટર નડિયાદના ડાયરેક્ટર ફાધર ચાર્લ્સ દ્વારા ખ્રિસ્ત યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. એમની સાથે સભા પુરોહિત ફાધર જગદીશ, ફાધર વિજય, ફાધર પ્રદીપ અરેરા જોડાયા હતા. 
આ દિવસે તાબાના ૬૦ વર્ષથી ઉપરના દંપતિઓનું પુષ્પગુચ્છ આપીને  ફાધર દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. 
ખ્રિસ્ત યજ્ઞ બાદ આ દિવસની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન કાર્ડ વિતરણ કેમ્પ તથા મેક ફાઉન્ડેશના રિતેશ મેકવાન અને  તેમની ટીમના ડોક્ટરો દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. સભા પૂરોહિત ફાધર જગદીશ મેકવાનએ ધર્મજનોને શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે આપણા વડીલો એ આપણી મૂડી છે અને હંમેશા એમને માન આપતા રહીએ, આ‌ દિવસ સફળતાપૂર્વક પાર પાડવા બદલ તમામનો આભાર માનવામાં આવ્યો હતો અને  મોઢું મીઠું કરાવીને આ દિવસની  ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી ઘરના વડીલોની સાર સંભાળ લેવા અને તેમનું માન જાળવવા અને તેમની સાથે હળી મળીને રહેવા માટે જણાવ્યું હતું. 
આજના દિવસે મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહી આશીર્વાદીત બન્યા હતા અને ફ્રી મેડિકલ ચેક અપ કેમ્પ અને આયુષ્માન કાર્ડ બનાવવા માટે યોજાયેલ કેમ્પનો પણ લાભ લીધો હતો.
*******