AnandToday
AnandToday
Saturday, 22 Jul 2023 00:00 am
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 22 જુલાઈ : 22 JULY 
તારીખ તવારીખ 
સંકલન : વિજય એમ. ઠક્કર 

“જાને કહા ગયે વો દિન…”
હિન્દી ફિલ્મ જગતના મહાન ગાયક મુકેશનો આજે જન્મદિવસ 

હિન્દી સિનેમાના ખુબ લોકપ્રિય રહેલ ગાયક મુકેશ ચંદ માથુરનો જન્મ ૨૨ જુલાઈ, ૧૯૨૩ના દિવસે લુધિયાણામાં જોરાવર ચંદ માથુર અને ચંદ્રાણીના ઘરે થયો હતો. મહાન ગાયક મુકેશે વધુ અભ્યાસ નહોતો કર્યો અને માત્ર 10 ધોરણ સુધી ભણીને અભ્યાસ છોડી દીધો હતો. ત્યાર બાદ થોડો સમય તેમણે 'પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટ'માં કામ કર્યું હતું. આ સમય એ હતો જયારે તેઓ તેમની ગાયકીને વધુ પ્રભાવશાળી બનાવી રહ્યાં હતા. બહુ જૂજ લોકોને એ જાણકારી હશે કે મુકેશ ગાયક તરીકે તો પ્રસિદ્ધ હતા જ તેમણે એક્ટર તરીકે પણ હાથ અજમાવ્યો હતો. 1941માં તેમની ફિલ્મ 'નિર્દોષ' રિલીઝ થઇ હતી.
તેમણે 1000થી વધુ ગીતો ગાયા છે અને નેશનલ ફિલ્મ પુરસ્કાર તથા 16 વખત નોમિનીટ થયા અને 4 ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે 

* વર્લ્ડ બ્રેઇન ડે *

* અમેરિકન ગાયિકા, અભિનેત્રી અને નિર્માતા સેલેના મેરી ગોમઝનો જન્મ (1992) 

* મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (2014-19) રહેલ દેવેન્દ્ર ફડણવીસનો નાગપુર ખાતે જન્મ (1970) 

* ભારતના ક્રિકેટ ખેલાડી (14 ટેસ્ટ રમનાર) ક્રિપાલ સિંઘ (ચેતેસ્વર પ્રતાપ સિંગ ચૌહાણ)નું અવસાન (1987)

* ભારતીય અમેરિકન ગણિતશાસ્ત્રી, ગાણિતિક અટકળબાજીમાં અને પ્રમેયમાં ખેરખાં શ્રીરામ શંકર અભ્યંકરનો મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં જન્મ (1930)

* મહારાષ્ટ્ર રાજ્યના ભારતીય રાજકારણી, જેઓ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન રહેલ અજિત પવારનો જન્મ (1959)

* રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત પ્રસિધ્ધ ભારતીય સામાજિક કાર્યકર્તા સંદીપ પાંડેનો જન્મ (1965)

* જમનાલાલ બજાજ’ પારિતોષિકથી સન્માનિત અને 'પરોપકાર એ જ પ્રાણવાયુ’ જેમનો જીવનમંત્ર હતો એ સન્નારી રમાદેવી ચૌધરીનું અવસાન (1985)

* ભારતના ક્રિકેટ ખેલાડી (7 ટેસ્ટ રમનાર) વસંત રાંજનેનો પુના ખાતે જન્મ (1937)

* હિન્દી ફિલ્મ અભિનેતા, નિર્માતા, નિર્દેશક મઝહર ખાનનો જન્મ (1955) 

* હિન્દી તેમજ બંગાળી સિનેમામાં અભિનેત્રી સુમિત્રા દેવીનો જન્મ (1923)

* બૉલીવુડ ફિલ્મોના સંજય દત્ત પ્રોડક્શનના સીઇઓ અને ભૂતપૂર્વ અભિનેત્રી માન્યતા દત્તનો મુંબઈમાં જન્મ (1978)
સંજય દત્ત સાથે તેમના લગ્ન 2008માં થયા હતા 

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા અને શો હોસ્ટ વિશાલ મલ્હોત્રાનો મુંબઈમાં જન્મ (1981)

* મરાઠી સંગીત ઉદ્યોગમાં ગાયિકા સવાણી રવિન્દ્રનો રત્નાગીરી ખાતે જન્મ (1989)

* ભારતીય ફિલ્મોના ગાયક, ગીતકાર અને અભિનેતા અરમાન મલિકનો મુંબઈમાં જન્મ (1995)

* હિન્દી અને તેલુગુ ફિલ્મમાં પટકથા લેખક અને દિગ્દર્શક ચિત્તમૂર વિજયરાઘવલુ શ્રીધરનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1933)

* સ્વતંત્ર ભારતનાં ‘રાષ્ટ્ર ધ્વજ’ની ડિઝાઈનને ભારતીય સંવિધાન સભાની બેઠકમાં સર્વસ્વીકૃત માન્યતા અપાયેલી (1947)
આંધ્રપ્રદેશનાં ‘પિંગલી ર્વેકૈયા’ દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ધ્વજનું પ્રમાણમાપ 3:2ની લંબાઈ અને પહોળાઈ નક્કી થઈ અને ધ્વજ ‘ખાદી’નાં કાપડમાંથી બનેલો હોવો જોઈએ