AnandToday
AnandToday
Thursday, 20 Jul 2023 18:30 pm
AnandToday

AnandToday

વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટીએ નેશનલ અર્બન પ્લાનિંગ કોન્ક્લેવમાં આણંદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટેનો પ્રોજેક્ટ  પ્રદર્શિત કર્યો

ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ક્લેવમાં સમગ્ર દેશમાંથી માત્ર 28 સંસ્થાઓ/યુનિવર્સિટીઓએ ભાગ લીધો.

ગુજરાત રાજ્યમાંથી  CVM યુનિવર્સિટીને આમંત્રણ મળ્યું હતું


આણંદ
આણંદ શહેર પાસેના સુવિખ્યાત શિક્ષણધામ  વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટીના એન્જિનિરીંગ અને આર્કિટેચર  ફેકલ્ટીના શિક્ષણ વિદો અને વિદ્યાર્થીઓએ તારીખ 13 થી 14 જુલાઈ 2023 દરમિયાન ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MOHUA Govt. of India) દ્વારા આયોજિત નેશનલ અર્બન પ્લાનિંગ કોન્ક્લેવમાં "આણંદ રેલ્વે સ્ટેશન, ગુજરાતના પુનઃવિકાસ" પર પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. 

વિજ્ઞાન ભવન નવી દિલ્હી  ખાતે આયોજિત નેશનલ અર્બન પ્લાનિંગ કોન્ક્લેવમાં બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય "ટકાઉ શહેરોનું નિર્માણ" તથા દેશ ના વિવિધ રાજ્યો અને વિદેશ દ્વારા અપનાવવામાં આવેલી તે અંગેની સારી પ્રથાઓ અને તૈયારીઓની ચર્ચા કરવાનો હતો. 
સમગ્ર કોન્ક્લેવના આયોજન ના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે હરદીપ સિંહ પુરી (ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના માનનીય કેન્દ્રીય મંત્રી), અને શ્રી. કૌશલ કિશોર (આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી, ભારત સરકાર). એસ. એચ. મનોજ જોષી, IAS (સચિવ આવાસ અને શહેરી બાબતો), શ્રીમતી. ડી. થારા, IAS (અતિરિક્ત સચિવ આવાસ અને શહેરી બાબતો), અને શ્રી. કેશવ વર્મા, નિવૃત્ત IAS (ચેરમેન અને HLC ઓન અર્બન પ્લાનિંગ) હાજર રહ્યા હતા અને તેઓ શ્રી ની હાજરીમાં આપણા  પ્રોજેક્ટનું પ્રદર્શન કરવું એ CVM યુનિવર્સિટીના માટે ગર્વની વાત છે.
 રાષ્ટ્રીય કોન્ક્લેવમાં સમગ્ર દેશમાંથી માત્ર 28 સંસ્થાઓ/યુનિવર્સિટીઓ અને ગુજરાત રાજ્યમાંથી  CVM યુનિવર્સિટી ને આમંત્રણ મળ્યું હતું જ્યાં અન્ય રાજ્યોના સરકારી અધિકારીઓ, મંત્રીઓ અને સલાહકારોએ મુલાકાત લીધી હતી અને શ્રેષ્ઠ પ્રેક્ટિસના સાક્ષી બની હેતુલક્ષિ અને સમજદારી પૂવક વાર્તાલાપ કર્યા હતા. 
શ્રીકૌશલ કિશોર, આવાસ અને શહેરી બાબતોના રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રી ની હાજરી માં પીઅર  લર્નિંગ ના હેતુ ને પરીપૂણ કરતા CVM યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો ડૉ. ખાદીજા પ્રિયાન (પ્રોફેસર અને હેડ, સિવિલ એન્જિનિયરિંગ વિભાગ, GCET) તથા પ્રોફેસર રૂમા સિંઘ (એસોસિયેટ પ્રોફેસર, આર્કિટેક્ચર અને પ્લાનિંગ ફેકલ્ટી- SMAID) અને વિદ્યાર્થીઓ અભિષેક ટાંક (MURP SMAID), લયકુમાર પટેલ, અને જૈનમ પંચાલ (સિવિલ એન્જિનિયરિંગ, GCET) દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 
 ચારુતર વિદ્યા મંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઇ પટેલ તથા સંસ્થાના અન્ય હોદ્દેદારો દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરતાં  સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.