આણંદ, ગુરુવાર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોનું ડિજિટલાઇઝેશન કરવાની કામગીરી ચાલી રહી છે. જે અન્વયે જિલ્લા પંચાયત દ્રારા આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં વેરા સહીતની ફી ઓનલાઇન ભરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ૩૫૧ ગ્રામ પંચાયત ખાતે BHIM/UPIના માધ્યમથી ગ્રામ પંચાયતમાં ઓનલાઇન ચુકવણી સ્વીકારી શકાય તે માટે તલાટી કમ મંત્રી દ્વારા સંબંધિત બેંક મારફતે UPI કયુઆર કોડ તૈયાર કરાવવામાં આવ્યા છે. આ ક્યુઆર કોડ થકી અરજદારો ગ્રામ પંચાયતના વેરા સહિતની કોઈપણ પ્રકારની ફી સહેલાઈથી ભરી શકશે.
*****