AnandToday
AnandToday
Tuesday, 18 Jul 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 19 જુલાઈ : 19 JULY 
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર 

અંગ્રેજો સામે માથું ઊંચકનાર ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ ક્રાંતિકારી  મંગલ પાંડેની આજે જન્મજયંતી

અંગ્રેજ સરકાર સામે 1857માં બળવો ફાટી નીકળ્યો તે પહેલાની ઘટનાઓમાં મુખ્ય ભાગ ભજવનાર ભારતીય સ્વતંત્રતાના સંગ્રામદૂત, સૈનિક મંગલ પાંડેનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1827)

* ભારતના ક્રિકેટ ખેલાડી (27 ટેસ્ટ અને 72 વનડે રમનાર) રોજર બિન્ની (રોજર માઇકલ હમ્પફરી બિન્ની)નો બેંગલુરું ખાતે જન્મ (1955)
તેઓ વર્લ્ડ કપ 1983 જીતનાર ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય રહ્યા છે 

* બરોડાના શાસક મહારાજા શ્રીમંત મહારાજા સર પ્રતાપ સિંહ રાવ ગાયકવાડનું અવસાન (1968)

* પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત ખગોળશાસ્ત્રી અને એસ્ટ્રોફિઝિક્સના ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટરમાં એમેરિટસ પ્રોફેસર જયંત નારલીકરનો કોલ્હાપુર ખાતે જન્મ (1938)
તેમણે સર ફ્રેડ હોયલ સાથે પરંપરાગત ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત વિકસિત કર્યો, જેને હોયલે-નારલીકર સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે

* ભારતીય મૂળના WWEના વ્યવસાઇક રેસલર જિંદર મહલ (યુવરાજ સિંગ દેશી)નો કેનેડામાં જન્મ (1986)

* ભારતના ક્રિકેટ ખેલાડી પરવિંદર અવનાનો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જન્મ (1986)

* અમેરિકન અગ્નિ હથિયારોના શોધક, ઉત્પાદક, ઉદ્યોગસાહસિક અને રિવોલ્વર લોકપ્રિય બનાવવનાર સેમ્યુઅલ કોલ્ટનો અમેરિકામાં જન્મ (1814)

* પદ્મ ભૂષણથી સન્માનિત બંગાળી ભાષાના નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, નાટ્યકાર, કવિ અને ચિકિત્સક બલાઈચંદ મુખોપાધ્યાયનો બિહારમાં જન્મ (1899) 

* પદ્મ ભૂષણથી સન્માનિત પત્રકાર અને ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એડિટર રહેલ ગિરિલાલ જૈનનું દિલ્હીમાં અવસાન (1993)

* ભારતીય ક્રિકેટ કોમેન્ટેટર અને પત્રકાર હર્ષા ભોગલેનો હૈદરાબાદ ખાતે જન્મ (1961)

* અંબુજા નિયોટિયા ગ્રૂપના અધ્યક્ષ હર્ષવર્ધન નિયોટિયાનો કોલકાતામાં જન્મ (1961)

* હિન્દી ફિલ્મ - થિયેટર અભિનેત્રી અને ગાયિકા અનીથા નાયરનો બેંગલુરું ખાતે જન્મ (1984)

* હિન્દી ટેલિવિઝન અભિનેતા રજત ટોકસનો નવી દિલ્હી ખાતે જન્મ (1991)
તે ઐતિહાસિક શો ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ, જોધા અકબરમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે'