AnandToday
AnandToday
Friday, 14 Jul 2023 18:30 pm
AnandToday

AnandToday

રાજયમાં લધુત્તમ વેતન ધારાનો અમલ થતો નથી અને સહકારી તેમજ ખાનગી ફેકટરીઓમાં કામદારોનું શોષણ થાય છે - અમિત ચાવડા

લઘુત્તમ વેતન ધારાનો અમલ નહીં કરી કામદારોનું શોષણ કરવામાં આવશે તો આગામી દિવસોમાં કોંગ્રેસ ધ્વારા  આંદોલન કરવાની ચીમકી

આણંદ જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ વિપક્ષના નેતા અને ધારાસભ્યશ્રી અમિત ચાવડાએ કરી રજૂઆત

આણંદ
આણંદ જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ વિપક્ષના નેતા અને ધારાસભ્યશ્રી અમિત ચાવડાએ આણંદ જિલ્લાની ફેક્ટરીઓમા  શોષણનો ભોગ બની રહેલા કામદારોને  લધુત્તમ વેતન ધારા મુજબ વેતન મળે તે માટે લડત આપવામાં આવશે.
રાજ્યમાં લઘુત્તમ વેતન ધારો ૧ એપ્રિલથી અમલમાં આવ્યો હોવા છતાં ફેકટરીના સંચાલકો દ્વારા કામદારોને લઘુત્તમ વેતન નહીં આપી શોષણ કરવામાં આવી રહ્યું છે. જે અંગે આજે આણંદ સરકીટ હાઉસ ખાતે યોજાયેલી ફરિયાદ અને સંકલન બેઠકમાં વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ રજુઆત કરી હતી. સમગ્ર રાજ્યમાં કામદારોને લઘુત્તમ વેતન ધારા અનુસાર વેતન ચૂકવવા માટે લઘુત્તમ વેતન ધારો અમલમાં છે તેમ છતાં કામદારોને લઘુત્તમ વેતન નહિ ચૂકવી શોષણ કરવામાં આવી. રહ્યું છે, સરકીટ હાઉસના કર્મચારીઓ હોય કે પછી કલેકટર કચેરી સરકારી કચેરીઓનાં વર્ગ ૩-૪નાં કર્મચારીઓ હોય સહકારી સંસ્થાઓ, ખાનગી ફેકટરીઓનાં કામદારોને ઓછું વેતન આપી લઘુત્તમ વેતન ધારાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જે અંગે ઉગ્ર. રજુઆત કરી હતી, તેમજ સરકારી અધિકારીઓનાં સરકારી વાહનનાં ચાલક હોય કે સેવકો હોય તેઓને પણ લધુત્તમ વેતન ધારા હેઠળ વેતન મળતું નથી ત્યારે આ સરકારી અધિકારીઓ પોતાનાં કામદારને ન્યાય અપાવી શકતા નથી ત્યારે અન્યોને શુ ન્યાય અપાવશે.તેમજ આણંદ જિ્લ્લામાં ૧૫૦૦થી વધુ નોંધાયેલી ફેકટરીઓ છે, પરંતુ શ્રમ આયુકતની કચેરી દ્વારા એક મહિનામાં માત્ર ૨૫ ફેકટરીઓમાં તપાસ કરવામાં આવે છે, ત્યારે ૧૫૦૦ ફેકટરીઓમાં તપાસ પૂર્ણ થતા કેટલા વર્ષો વિતી જાય તેમ જણાવી શ્રમ આયુકતને સત્વરે કામદારોને લધુત્તમ વેતન ધારા મુજબ વેતન મળે તે માટે શ્રમ કોશલ્ય વિકાસ એ રોજગાર વિભાગ ગાંધીનગર ધ્વારા રાજ્યમાં નવા લઘુત્તમ વેતન દર તા.૦૧-૦૪-૨૦૨૩ થી અમલમાં આવેલ છે જે મુજબ ઝોન-૧મા મહાનગર પાલિકાઓ તથા અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી હેઠળના વિસ્તારમાં આવતા કુશળ શ્રમયોગીઓને રૂ.૪૭૪ તથા અર્ધ કુશળ રૂ.૪૬૨ અને બિન કુશળ રૂ.૪૫૨ આપવાનો અમલ કરવામાં આવેલ છે. અને તે સિવાય અન્ય વિસ્તરના તાલુકા, ગ્રામ્ય ઝોન-૨મા સમાવેશ આવતા વિસ્તારના કુશળ શ્રમયોગી રૂ.૪૬૨, અર્ધ કુશળ રૂ.૪૫૨ અને બિન કુશળ રૂ.૪૪૧ આપવાનું સરકારશ્રી ધ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.  

અમિત ચાવડાએ કહ્યું હતું કે જે ફેકટરીના કામદારો કે સરકારી કે સહકારી સંસ્થાઓનાં કામદારો ને નિયમ અનુસાર વેતન ચૂકવાતો નાં હોય તેઓએ આ અંગે સંપર્ક સાધવા અપીલ કરી હતી. તેમજ જો લઘુત્તમ વેતન ધારાનો અમલ નહીં કરી કામદારોનું શોષણ કરવામાં આવશે તો આગામી દિવસોમાં કોંગ્રેસ ધ્વારા  આંદોલન કરવામાં આવશે.