AnandToday
AnandToday
Thursday, 13 Jul 2023 18:30 pm
AnandToday

AnandToday

મહિલાને જીવતદાન

અન્નનળીમાં 4 ઇંચ દાતણ ફસાતાં  નડિયાદના ડોકટરે મહિલા દર્દીને મોતના મુખમાંથી બચાવી

જાણીતા ડોક્ટર સુપ્રીત પ્રભુએ એન્ડોસ્કોપી દ્વારા દાતણના ટુકડાને બહાર કાઢ્યું

નડિયાદ
નડિયાદમાં અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.દાંતણ કરતી વખતે અન્નનળીમાં 4 ઇંચ દાતણ ઊંડું ઉતરી જતાં મહિલા દર્દીને શ્વસનમાં મુશ્કેલી શરુ થઈ હતી.બાવળનું લાકડું ફસાતાં ગંભીર હાલતમાં મહિલા દર્દીને નડિયાદ ખસેડાઈ હતી.જ્યાં જાણીતા ડોક્ટર સુપ્રીત પ્રભુએ એન્ડોસ્કોપી દ્વારા દાતણના ટુકડાને બહાર કાઢ્યું હતું.

ગંભીર સ્થિતિમાં મુકાયેલ પરિવાર વિ. કે. વિ. ખાતે આવેલ ઈ.એન.ટી સર્જન ડૉ. સુપ્રીત પ્રભુના દવાખાને દર્દીને અનેક આશાઓ વચ્ચે લઈને આવ્યા હતા.દાતણનો ટુકડો ફસાયા બાદ તેમાં પસ ઇન્ફેક્શન શરુ થતાં વિકટ સ્થિતિ બની હતી.નાજુક સ્થિતિને પગલે દવાખાને દર્દીના સગા તેમજ ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા.

હોસ્પિટલમાં તત્કાલ ડૉ. સુપ્રીત પ્રભુની ટીમે રિપોર્ટ કઢાવી દર્દીની વાસ્તવિકતા ચકાસી હતી.ત્યારબાદ કંઠસ્થ ગળાના ભાગે ઑપરેશન કરી એન્ડોસ્કોપી દ્વારા દાતણના ટુકડાને બહાર કાઢ્યો હતો.

આ અંગે ડોક્ટર સુપ્રીત પ્રભુએ જણાવ્યું હતું કે, મહેમદાવના શત્રુંડા ખાતે રહેતા રઈબેન ડાભી ઉં.વર્ષ 55 ની અન્નનળીમાં દાંતણ ફસાયું હતું. આ દાંતણ ની સાઈઝ 4ઇંચ જેટલી વિશાળ હોય તેમને શારીરિક મુશ્કેલી શરુ થઇ હતી. ગંભીર સ્વરૂપમાં અમારી હોસ્પિટલમાં લાવવામાં આવતા અમે એન્ડોસ્કોપીની મદદથી ટુકડો બહાર કાઢ્યો છે.
હાલમાં રઈબેન ડાભી સારવાર હેઠળ છે. 

પરિવાર ઉપર આભ તૂટ્યું

રઈબેનને જયારે દવાખાને લાવ્યા ત્યારે પરિવારમાં આરંદ હતો. પરિવાર ઉપર  આભ તૂટ્યું હોય તેમ સહુ કોઈ ઈશ્વરને પ્રાર્થના અને ડોક્ટરને વિનંતી કરતા હતા.રીનાબેનનું શું થશે? ની ચિન્તાઓ વચ્ચે ઑપરેશન સફળ રહેતા સહુએ હાશકારો અનુભવ્યો હતો.