સનીવેલ કેલીફોર્નિયા,
અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ કરમસદના નરેન્દ્ર પાઠકની ઈન - હોમ સપોર્ટિવ સર્વિસીસ કમિશનમો કમિશનર તરીકે જુન ૬, ૨૦૨૩ના નિમણુંક થયેલ છે. સોગંદવિધિ જુન ૧૪, ૨૦૨૩ના રોજ સાન્ટા ક્લેરા કોઉન્ટીના દફતરે કરવામો આવેલ હતી. કમિશનમાં નિમણુંક સર્વાનુમતે બિનહરીફ થયેલ છે.આ કમિશન અગિયાર કમિશનરોનું બનેલ છે. સલાહ સૂચન આપવાનું કામ કરશે. નરેન્દ્ર પાઠકને બ્રેઈન સ્ટ્રોક જુલાઈ ૦૫,૨૦૧૯ના રોજ આવેલ હતો. ફિજિકલ ડિસેબલ હોવા છતો સામાજિક સેવાની ધગસ છે. અમેરિકામાં અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા નરેન્દ્ર પાઠકની સેવાઓને ધ્યાને લઇને ઈન - હોમ સપોર્ટિવ સર્વિસીસ કમિશનમાં કમિશનર બનાવવામાં આવ્યા છે. ઇન્ડિયન અમેરિકન નરેન્દ્ર પાઠકે ઇકોનોમિક્સના વિષયમાં બીએની ડિગ્રી અને લેબર લો તથા ક્રિમીનલ લોમાં લોની ડિગ્રી મેળવેલી છે..આ કમિશન ડિસેબિલિટી હેન્ડીકેપ લોકો માટે છે વિશ્વમો અંદાજિત ૧.૩ બિલિયન્ ડિસેબિલિટી હેન્ડીકેપ લોકો રહેતા હોય છે . અમેરિકામાં રીહેબની જરૂરી મેડિકલ સેવાઓ હોસ્પિટલમો, ઘરમો કાયમી ધોરણે મળતી રહેતી હોય માટે સલાહસુચનો આપશે સેવા આપનાર કેરટેકર માટે જરૂરી સરકારને સલાહસૂચનો આપવામો આવશે, ફેડરલ અને સ્ટેટ ઇલેકટેડ સરકારી મહાનુભવોને સલાહસુચનો આપશે તેમજ કોમ્યુનિટી ડેવલપમેન્ટ, એફોર્ડેબલ હાઉસ અગીયાર સભ્યોનું બનેલ કમિશન ડિસેબલ સમુદાય, હ્યુમન સર્વિસ અંતર્ગત બિલો માર્કેટ રેટ હાઉસીંગ પ્રોગ્રામ, કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક ગ્રાન્ટ, યુથ ટાસ્ક ફોર્સ, સિવિલ રાઇટ્સ ઇસ્યુ, નીતિઓ, સિનીયર સમુદાય વિકાસ કાર્યક્રમો, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર જેવા મુદ્દાઓ પર યુનાઇટેડ ઈન - હોમ સપોર્ટ સપોર્ટિવ સર્વિસીસ કમિશન સાથે કો.ઓર્ડિેનેટ કરશે. કોમ્યુનિટી ડેવલપમેન્ટ માટે સૂચન આપશે. જાતિવાદના, સિનિયર ,ડોમેસ્ટીક વાયોલન્સ, સોસીયલ સિકરીયૂટી, વગેરે માટે સલાહ આપશે.સિટી ઓફ સનીવેલમો હાઉસીંગ એન્ડ હ્યુમન સર્વિસ કમિશનમાં કમિશનર તરીકે અને બોર્ડ ઓફ લાઈબ્રેરી ટ્રસ્ટી તરીકે સેવા બજાવેલ હતી.નરેન્દ્રભાઈ પાઠક યુનાઈટેડ સ્ટેટસ અમેરિકા કમિશનર, કેલિફોર્નિયા સ્ટેટે, કાઉન્ટી ઓફ સાન્ટા ક્લેરા કમિશનર,કમિશનર, હુમન રિલેશન કમીશન, કમિશનર, જસ્ટિસ રિવ્યુ કમિશન, કમિશનર, કોન્સિલ ઓંન ઇકવલ એમ્પ્લોયમેન્ટ ઓંપોરનુચી કમીશન, કમિશનર, જેલ કમિશન, કમિશનર, લાઈબ્રેરી કમિશન, કમિશનર, હાઉસિંગ એન્ડ હુમન સર્વિસીસ કમીશન, એડવાઈજર બોર્ડ મેમ્બર, સાન્ટા ક્લેરા ફેમિલી હેલ્થ પ્લાન, એડવાઈજર બોર્ડ મેમ્બર, ઈન - હોમ સપોર્ટિવ સર્વિસીસ પબ્લિક ઑથોરિટી સાથે સંકળાયેલા છે. સેવા આપી રહ્યા છે.તેમજ સમુદાયની પ્રવૃતિઓમાં ચેરીટેબલ કેર ફોઉન્ડેશનના ખજાનજી તરીકે પણ સેવા બજાવી હતી. સીતારામ સમર્પિત એસોસિએશન, કેલિફોર્નિયા ગુજરાત સિસ્ટર સ્ટેટ એસોસિએશન, ઇન્ડિયા હેરિટેજ રિસર્ચ ફાઉન્ડેશન, બે એરિયા ગુજરાતી સમાજ, ઇન્ડિયા કલ્ચરલ એસોસિએશન ઓફ બે એરિયા અને બ્રાહ્મીણ સમાજ ઓફ યુએસએ સાથે પણ સંકળાયેલા છે. તેમજ તરીકે સેવા આપી રહ્યા છે..સાચેજ નરેન્દ્રભાઈ પાઠક સેવામો ઓતપ્રોત છે.પરિવારમાં પત્ની ગીતાબેન પાઠક, દીકરો સાગર પાઠક, દીકરી શ્રુતિ પાઠક અને ગ્રાન્ડ દીકરી આરિયા પાઇપર પાઠક છે.