આણંદ
ફિલ્મ ક્ષેત્રે ગુજરાતની ગુંજ ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજી છે.નડિયાદમાં શુટીંગ કરાયેલ અને નડિયાદના યુવાને જ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે ભૂમિકા નિભાવેલ ફિલ્મે શહેર અને દેશનું ગૌરવ વધાર્યુ છે. સંજય મિશ્રા અભિનીત અને મનીષ સૌની દિર્ગદર્શિત ગીધ– ધ સ્કાવેંજરને જાપાન ફિલ્મ ફેસ્ટીવલમાં વિશ્વમાંથી આવેલ શોટ ફિલ્મમાંથી બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. ત્યાર બાદ આ ફિલ્મ સીધીજ ઓસ્કાર માટે નોમિનેટ થતા નડિયાદના યુવાને કરેલ કામગીરી ઓસ્કરમાં ઝળહળી ઉઠી છે.
ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર ભાવિન પરમારે જણાવ્યું કે,હું ઘણા વર્ષોથી કાસ્ટીંગ લાઈનમાં છું. ફિલ્મ ડિરેક્ટર મનીષ સૈની સાથેના બધા પ્રોજેક્ટમાં મે કામ કર્યુ છે. તેમણે મોકલેલી ગીધ ફિલ્મની સ્ક્રીપ્ટને અનુરૂપ જગ્યાઓ નડિયાદમાં હોવાને કારણે મે જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી ત્યારથી જ મારા મગજમાં શહેરની અમુક જગ્યાઓ સીન પ્રમાણે ગોઠવાતી ગઇ હતી. જે બાદ ડિરેક્ટરની ફિલ્મના રોલને સંપૂર્ણ ન્યાય આપી શકે તેવા એક્ટરને લેવાની ઇચ્છા હોય સંજય મિશ્રા સાથે સ્ક્રિપ્ટની ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ પ્રથમવાર માં જ ફિલ્મ કરવામાં રસ બતા વ્યો હતો.
મોટા ભાગે એક્ટરો ફિલ્મને વધુ રોમાંચિત બનાવવા કોઇ પણ હદે જવા તૈયાર રહે છે. ત્યારે કંઈક આવી જ ઘટના આ ફિલ્મમાં બની હતી. ગરીબાઇ દર્શાવવા અમારે જુના ફાટેલા કપડા કે પગરખાની જરૂર હતી. જેમાં ડિરેક્ટર અને કાસ્ટીંગ ડિરેક્ટરે લોકો દ્વારા પહેરવામાં આવતા કપડા અને ચંપલ લીધા હતા.
આ ફિલ્મમાં રામોલમાં રહેતા મનુભાઈ પરમારના વર્ષો જુના ચંપલ કે જે એકપણ વાર ધોવાયા ન હતા અને શહેરના સ્ટેશન વિસ્તારમાં ચાની લારી ચલાવતા એક બુજુર્ગનો વર્ષોથી નહી ધોવાયેલો શર્ટ સિલેક્ટ કરવામાં આવ્યો હતો. ફિલ્મના કિરદારને ન્યાય આપવા માટે સંજય મિશ્રાએ આ વસ્તુઓ પહેરીને કામ કર્યુ હતુ.
ફિલ્મમાં સંજય મિશ્રાને સંપૂર્ણપણે ગરીબાઈમાં ડૂબેલા અને દુખોના ડુંગરો વચ્ચે જીવન ગુજારતા હોય તેમ દર્શાવવામાં આવ્યા છે. જેમાં કાસ્ટિંગ ડિરેક્ટર ભાવિન પરમારે કોઇ મરવાની અણી પણ હોય તેવા રોલ માટે એક્ટરની શોઘ હતી. જેમાં શહેરના એક ડાન્સર છોકરો ભૂપેન્દ્ર પ્રજાપતિ કે જે આ રોલ માટે પરફેક્ટ બેસતો હતો.
પણ તે નોન એક્ટર હતો. આ રોલ માટે અમદાવાદમાં પણ એક્ટર શોધવા છતાં આ બાળક કરતા સારું કોઈ મળ્યું ન હતુ. આ બાળકનો ચહેરો ઇન્ટરેસ્ટિંગ હોઇ અને શરીરે પાતળો હોવાને કારણે ફિલ્મમાં પુત્રના રોલ માટે પરફેક્ટ બેસી ગયો હતો. ત્યારે નોન એક્ટર તરીકે આ બાળકની કામગીરી સંજય મિશ્રાને ઘણી ગમી હતી.