AnandToday
AnandToday
Sunday, 09 Jul 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 10 જુલાઈ : 10 JULY 
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર 

ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરનો આજે જન્મદિવસ 

ક્રિકેટના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન અને સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન કહેવાયેલ અને પદ્મભૂષણથી સન્માનિત ભારતના ક્રિકેટર અને કેપ્ટન રહેલ સુનીલ ગાવસ્કરનો મુંબઈમાં જન્મ (1949)
તે ટેસ્ટ મેચમાં 10,000 હજાર રનનો રેકોર્ડ કરનાર પ્રથમ ખેલાડી બનાવા ઉપરાંત તેમણે બ્રેડમેનનો સૌથી વધુ 29 સદી કરવાનો રેકોર્ડ તોડ્યો અને 34 બનાવી હતી 
લિટલ માસ્ટર અને સન્નીનાં નામથી જાણીતા સુનિલ ગાવસ્કરએ ટેસ્ટમાં 1971માં વેસ્ટ ઈન્ડિઝટેસ્ટ સામે અને વન-ડેમાં 1974માં ઈંગ્લેંડ સામે મેચ રમી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરુઆત કરી
તે ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ત્રણ વખત સદી ફટકારનાર પ્રથમ વ્યક્તિ હતાં અને એવું કહેવાતું કે સુનિલ ગાવસ્કર જે પણ મેચમાં રમવા ઉતરતાં તે મેચ ઐતિહાસીક બની જતી
તેમના નામે જે રેકોર્ડ નોંધાયા છે તેમાં 100 કેચ પકડવાનો રેકોર્ડ, એક જ વર્ષમાં હજાર રન કરવાનો રેકોર્ડ, બે ખેલાડીઓની ભાગીદારીઓમાં તેઓ સૌથી વધુ રન ફટકારનાર ક્રિકેટર રહ્યા અને હવે કોમેન્ટ્રેટર તરીકે નવા રેકોર્ડ બનાવી રહ્યા છે 

* ભારતના સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપતા ભાજપના અગ્રણી રાજનાથ સિંહનો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જન્મ (1951)
તેઓ 2014-19 કેન્દ્રીય ગૃહ મંત્રી, 2003-04 કેન્દ્રીય ખેતી પ્રધાન, 1999-2000 કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી અને 2000-2002 દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છે 

* મિરાજ ગ્રુપના ચેરમેન, બિઝનેસ મેનેટ, ભારતીય રોકાણકાર અને પરોપકારી મદન પાલીવાલનો રાજસ્થાનના નાથદ્વારા ખાતે જન્મ (1959)

* પદ્મ ભૂષણથી સન્માનિત બ્રિટિશ અર્થશાસ્ત્રી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસના પ્રોફેસર મેઘનાદ જગદીશચંદ્ર દેસાઈ, બેરોન દેસાઈનો ગુજરાતમાં વડોદરા ખાતે જન્મ (1940)
દેસાઈ બ્રિટિશ લેબર પાર્ટીમાં સક્રિય રહ્યા અને 1986 અને 1992 વચ્ચે અધ્યક્ષ બન્યા અને લંડનમાં ઈસ્લિંગ્ટન સાઉથ અને ફિન્સબરી મતવિસ્તાર લેબર પાર્ટીના માનદ આજીવન અને પ્રમુખ બન્યા હતા
તેઓ 2011માં હાઉસ ઓફ લોર્ડ્સમાં લોર્ડ સ્પીકરના પદ માટે અસફળ રહ્યા હતા 

* કમર્શિયલ વપરાશ માટે વીજળીની સુગમતા કેળવવામાં અમૂલ્ય પ્રદાન કરનાર વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાનો ક્રોએશિયામાં જન્મ (1856)
તેઓ ભૌતિકશાસ્ત્રી, શોધક, યંત્રવિદ્યા અને વીજળીથી ચાલતા વિવિધ યંત્રોમાં નિપુણતા ધરાવતાં હતાં અને વીજચુંબકીય તરંગોના ઉત્પાદન અને સંશોધનમાં તેમણે ક્રાંતિકારી શોધો કરી હતી
ઉદ્યોગોમાં વીજળીનાં વપરાશની સુગમતા કેળવવા માટે રોબોટિક્સ, રિમોટ કંટ્રોલ, રડાર, કોમ્પ્યુટર સાયન્સ વગેરે ઉપકરણોની બનાવટમાં ટેસ્લાએ આપેલા નોંધપાત્ર પ્રદાનને સેકન્ડ ઈન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે 

* શાંતિવાદી, સમાજ સુધારક, લેખક, મજૂર ચળવળકાર અને જાપાનનાં મહાત્મા ગાંધી ગણાતા સંતમૂર્તિ કાગાવાનો જન્મ (1888)

* પદ્મ ભૂષણ અને સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનિત પટિયાલા ઘરાનાના ભારતીય હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા બેગમ પરવીન સુલતાનાનો આસામ રાજ્યમાં જન્મ (1950)

* ફિલ્મ અને વેબસિરીઝના ગુજરાતી અભિનેત્રી, ગાયક, નિર્માતા અને સર્જક માનસી પારેખ ગોહિલનો અમદાવાદમાં જન્મ (1986)
તેમણે હિન્દી ફિલ્મ ઉરી અને ગુજરાતીમાં ગોળ કેરી, ડિયર ફાધર વગેરે ફિલ્મોમાં જોવા મળ્યા છે 
તેમના લગ્ન ગાયક પાર્થિવ ગોહિલ સાથે 2008માં થયા છે

* હિન્દી ફિલ્મ ગીતકાર અસદ ભોપાલી (અસ્દુલ્લા ખાન)નો ભોપાલ ખાતે જન્મ (1921)

* હિન્દી સિનેમા અને ટેલિવિઝનના અભિનેતા આલોક નાથનો દિલ્હી ખાતે જન્મ (1956)

* હિન્દી, તેલુગુ, બંગાળી, તમિલ, કન્નડ, મલયાલમ અને મરાઠી ફિલ્મ અભિનેત્રી મંજરી ફડનીસનો મુંબઈમાં જન્મ (1988) 

* સ્લો મોશન ડાન્સ માટે જાણીતા કોરિયોગ્રાફર અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા રાઘવ જુયાલનો દેહરાદૂન ખાતે જન્મ (1991)

* ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ પૂર્ણિમા હેમબ્રમનો ઉડીસા રાજ્યમાં જન્મ (1993)

* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (3 ટેસ્ટ રમનાર) મુનીર મલિકનો ભારતમાં પંજાબ રાજ્યમાં જન્મ (1934)

* વૈદિક વિદ્વાન, લેખક, કવિ, પત્રકાર અને વક્તા પંઢરીનાથાચાર્ય ગલાગલીનો કર્ણાટકના હુબલી ખાતે જન્મ (1922)

* ભારતીય સંગીતકાર, વાયોલિનવાદક, સંગીતકાર અને રેકોર્ડ નિર્માતા બાલાભાસ્કર ચંદ્રનનો કેરળ રાજ્યમાં જન્મ (1978)

* સોન્ગફેસ્ટના સ્થાપક સંગીત નિર્દેશક, ગાયક અને ગીતકાર ગૌરવ ડગાંવકરનો મુંબઈમાં જન્મ (1982) 

* હિન્દી ટેલિવિઝન અભિનેતા (નાગિન 3) પર્લ વી પુરીનો મધ્ય પ્રદેશ રાજ્યમાં જન્મ (1989)