આણંદ
CVM યુનિવર્સિટી ની ન્યુ વલ્લભ વિદ્યાનગર સ્થિત ADIT એન્જિનિરીંગ કોલેજ ના ઓટોમોબાઈલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઈસી ડીપાર્ટમેન્ટ ના 22 વિદ્યાર્થીઓ એ એક અનોખી રેસકાર નું નિર્માણ કર્યું છે. આ કાર SAE INDIA આયોજિત SAE SUPRA - 2023 નેશનલ સ્પર્ધા માં બુદ્ધા ઇન્ટરનેશનલ સર્કિટ, દિલ્હી ખાતે તા. 10 થી 13 જુલાઈ 2023 દરમ્યાન ભાગ લેવા જશે.
આ કાર નું અનાવરણ સીવીએમ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઇ પટેલ તથા CVM ના જોઈન્ટ સેક્રેટેરી શ્રી મેહુલભાઈ દ્વારા તા. 5 જુલાઈ ના રોજ ADIT કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.
ટીમ મેન્ટર્સ ડો. નિમિત્ત પટેલ, પ્રો. યજ્ઞેશ ગાભવા, ડીપાર્ટમેન્ટ હેડ ડો. સંજય પટેલ તથા ટીમ અનશવા કેપ્ટન નીલ કક્કડ ના જણાવ્યા મુજબ આ કાર ટોટલ ADIT ઓટોમોબાઈલ વર્કશોપ અને AICTE આઈડિયા લેબ માં બનાવવામાં આવી છે.
આ કાર વિવિધ ડાયનેમિક રાઉન્ડ જેવા કે બ્રેક ટેસ્ટ, ટિલટિંગ ટેસ્ટ, ટેકનીકલ ઇન્સ્પેકશન, લેપ રાઉન્ડ, વેઈટ ટેસ્ટ, પ્રેઝનટેશન વગેરે માંથી પસાર થશે. આ પેટ્રોલ રેસકાર લગભગ 110 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે દોડી શકે છે જેમાં 390 સીસી નું એન્જિન, 6 સ્પીડ ગિયર બોક્સ અને 340 કિલો જેટલું ગ્રોસ વેઈટ ધરાવે છે. કાર નું વજન ઓછું રાખવા માટે સ્પેશ્યલ લાઈટ વેઈટ મટેરીયલ નો ઉપયોગ કરવામાં આવેલ છે.
ભારતભર માંથી લગભગ 56 જેટલી ટીમો આ નેશનલ સ્પર્ધા માં ભાગ લેવા જઈ રહી છે, ત્યારે ADIT ના પ્રિન્સિપાલ ડૉ. વિશાલ સિંઘ, CVM યુનિવર્સિટી ના માનનીય પ્રેસિડન્ટ શ્રી ભીખુભાઇ પટેલ તથા અન્ય હોદ્દેદારો એ ADIT કોલેજ ના વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ અને સ્પર્ધા માં વિશેષ પ્રદર્શન કરે એવા આશીર્વાદ પાઠવેલા છે.