AnandToday
AnandToday
Tuesday, 04 Jul 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 5 જુલાઈ : 5 JULY 
તારીખ તવારીખ 
સંકલન : વિજય એમ. ઠક્કર 

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી પી.વી. સિંધુનો આજે જન્મદિવસ

પદ્મ ભૂષણ, પદ્મશ્રી, રાજીવ ગાંધી ખેલરત્ન અને અર્જુન એવોર્ડથી સન્માનિત તથા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયન બનનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી પુસરલા વેંકટા (પી.વી.) સિંધુનો તેલંગાણા રાજ્યનાં હૈદરાબાદમાં જન્મ (1995)
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પી.વી.સિંધુનો પાંચમો મેડલ અને પહેલો ગોલ્ડ મેડલ સાથે BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત હાંસલ કરનાર સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બન્યાં અને વિશ્વ સ્પર્ધાની આ સતત ત્રીજીવાર ફાઈનલમાં પહોચ્યાં હતાં
રીઓ ઓલિમ્પિક-2016માં રજત ચંદ્રક જીત્યો અને કોમનવેલ્થ ગેમ્સ-2018 નાં ઉદઘાટન સમારોહમાં તેઓ ભારતીય ટીમનાં ધ્વજવાહક બન્યાં 
પી.વી.સિંધુનાં માતા-પિતા પી.વી.રમણા અને પી. વિજયા છે અને તેઓ પોતે ભૂતપૂર્વ વોલીબોલ ખિલાડીઓ રહ્યા તે પૈકી રમણભાઈને ભારત સરકારે અર્જુન એવોર્ડથી વર્ષ સમ્માનિત કર્યા હતાં

* નવ વખત લોકસભા અને બે વખત રાજ્યસભાના સાંસદ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનો અને બિહારમાં જન્મ (1946)

* ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે, વડા પ્રધાન મનમોહન સિંઘના નેતૃત્વ દરમિયાન સેવા આપનાર (2010-14) ભારતીય રાજદ્વારી શિવશંકર મેનનનો ફ્રાન્સના પેરિસમાં જન્મ (1949)

* ભારતીય અબજોપતિ, રોકાણકાર, વેપારી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ (1960)

* ભારતીય પ્રિન્ટ અને ટેલિવિઝન પત્રકાર, લેખક, કટારલેખક અને ટોક શોના હોસ્ટ વીર સંઘવીનો ઇંગ્લેન્ડમાં જન્મ (1956) 

* કોમનવેલ્થ ગેમ્સ-2010માં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય બોક્સર પરમજીત સમોટાનો હરિયાણા રાજ્યમાં જન્મ (1988)

* ભારતના ક્રિકેટ ખેલાડી (3 ટેસ્ટ રમનાર) બાલુ ગુપ્ટેનુ અવસાન (1922)

* ભારતમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેક્નોલોજીના ક્ષેત્રના વૈજ્ઞાનિક લાલજી સિંહનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1947)

* પદ્મશ્રીથી સન્માનિત ભારતીય ડિસ્કસ ફેંકનાર અને શોટ પટર વિકાસ ગૌડાનો મૈસુર ખાતે જન્મ (1983)
તેમના પિતા શિવ ગૌડા ભારતની ઓલમ્પિક ટીમના કોચ હતા 

* બોલિવૂડ ફિલ્મોમાં કોરિયોગ્રાફર અને ટીવી પર્સનાલિટી ગીતા કપૂરનો મુંબઈમાં જન્મ (1973)

* નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી ખાતે કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટના પ્રોફેસર એમેરેટસ અને પદ્મશ્રીથી સન્માનિત બાલા વી. બાલચંદ્રનનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1937)

* ભારતીય ભાષાની બોલિવૂડ ફિલ્મોમાં પ્લેબેક સિંગર જાવેદ અલીનો દિલ્હી ખાતે જન્મ (1982)

* શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે મહત્વનું યોગદાન કરનાર સેસિલ રહોડ્ઝનો ઇંગ્લેન્ડમાં જન્મ (1853)
તેમણે દક્ષિણ આફ્રિકાનાં નિગ્રો પ્રજા વચ્ચે રહીને તેમનાં જીવનધોરણને ઊંચું લાવવામાં બહુ મોટું પ્રદાન કર્યું

* ભારતીય ડિસ્કસ ફેંકનાર અને શોટ પટર હરવંત કૌરનો જન્મ (1980)

* ધ હિન્દુના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપનાર ભારતીય પત્રકાર અને ઉદ્યોગસાહસિક ગોપાલન નરસિમ્હનનું અવસાન (1977)

* બંગાળી ફિલ્મ નિર્માતા અને ન્યુ થિયેટર, કલકત્તાના સ્થાપક બિરેન્દ્રનાથ સિરકારનો બિહારમાં જન્મ (1901)

* કેરળના પ્રખ્યાત કવિ, વિદ્વાન, શિક્ષક અને ડાબેરી બૌદ્ધિક થિરુનાલુર કરુણાકરનનું અવસાન (2006)

* બંગાળીમાં ટેલિવિઝન અને ફિલ્મોના ભારતીય અભિનેતા સુભેન્દુ ચેટર્જીનું અવસાન (2007)

* હિન્દી ફિલ્મોમાં અભિનેતા અને સંજય ખાનના પુત્ર ઝાયેદ ખાનનો મુંબઈમાં જન્મ (1980)

* ભારતનાં પ્રથમ પૂર્ણ-સમયનાં મહિલા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણએ સંસદમાં પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું (2019)

* ડૉલી નામનું ફિમેલ ઘેટું પ્રથમ જીવ હતું જેનો જન્મ સ્કોટલેન્ડમાં ન્યુક્લિયર ટ્રાન્સફર પ્રક્રિયા દ્વારા સોમેટિક સેલથી થયો હતો અને વિજ્ઞાન જગતની એક મોટી સિદ્ધિ ક્લોનીંગ અંગેના સંશોધન અંગે મહત્વની શોધ થઇ (1996)
ડૉલીનો જન્મ ત્રણ ઘેટાંની મદદથી થયો તેમાં એકનાં ઈંડા, બીજાનું ડીએનએ અને ત્રીજાનાં ગર્ભને ડૉલી માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો