AnandToday
AnandToday
Wednesday, 21 Jun 2023 00:00 am
AnandToday

AnandToday

નડીઆદ આયુ ફાર્મા ખાતે ઝંડુના સૌજન્યથી યોજાયેલ નિ:શુલ્ક બોન હેલ્થ ચેક-અપ કેમ્પ

કેલ્શિયમની ઊણપના કારણે હાડકાના રોગોમાં વધારો થવા પામ્યો છે તેના પ્રતિ જાગૃતિ કેળવવાના આશયથી કેમ્પનું આયોજન કરાયું - રસવૈદ્ય ડૉ. રોનક શર્મા 

આ કેમ્પનો ૬૦થી વધુ લોકોએ લાભ લઇ નિદાન કરાવ્યું 

નડીઆદ

 મહર્ષિ ચરકની પંકિત આયુર્વેદ એ અમૃત છે અને ભગવાન ધન્વંતરી દ્વારા આયુર્વેદમાં આપવામાં આવેલ માનવ કલ્યાણ-સ્વાસ્થ્ય માટેની ચિકિત્સા પધ્ધતિ હોવાથી જનજનમાં આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિની સાથે વર્તમાન સમયમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાકનું સ્થાન બિનઆરોગ્યપ્રદ ખોરાકએ મેળવ્યું છે તેના કારણે આજે લોકોમાં કેલ્શિયમની ઊણપનું પ્રમાણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, તેની સાથેસાથે ઘી-દૂધ વિશેની ખોટી માન્યતાના કારણે આજે નાની ઊંમરથી લઇને મોટી ઊંમરની વ્યકિતઓમાં હાડકાના રોગો જેમ કે ગાદી ઘસાઇ જવી, ઢીંચણમાં ઘસારો થવા જેવાનું પ્રમાણ વધવા પામ્યું છે ત્યારે લોકોમાં આના પ્રતિ તેમજ ઘી-દૂધ વિશે જે ખોટી માન્યતાઓ પ્રવર્તી રહી છે તેના પ્રતિ જાગૃતિ આવે તે માટે આવા વિનામૂલ્યે કેમ્પો મહત્વનો ભાગ ભજવે છે તેમ મૂળ આણંદના અને નડીઆદને કર્મભૂમિ બનાવનાર નડીઆદના પારસ સિનેમા સર્કલ પાસે આવેલ આયુ ફાર્મા કલીનીકના રસવૈદ્ય ડૉ. રોનક શર્માએ જણાવ્યું હતું. 

આજે નડીઆદ ખાતે આયુ ફાર્મા કલીનીક ખાતે ઝંડુ ફાર્માના સૌજન્યથી નિ:શુલ્ક બોન હેલ્થ ચેક-અપ (બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ) અને ડાયાબિટીસ ચેક-અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૬૦થી વધુ લોકોએ લાભ લઇને બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ અને ડાયાબિટીસ ચેક-અપ કરાવ્યો હતો. આ ચેક-અપ કરવામાં આવ્યા બાદ રસવૈદ્ય ડૉ. રોનક શર્માએ દરેક વ્યકિતઓને તેની સમજ આપી આ રોગમાંથી કેવી રીતે રાહત અને છૂટકારો મેળવી શકાય તેની સમજ આપવાની સાથે જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડી હતી. 

ડૉ. રોનક શર્માએ શ્રધ્ધા, ધીરજ અને નિયમિતતા રાખીને આયુર્વેદ ઔષધનું સેવન કરવાથી રોગને મૂળમાંથી કેવી રીતે નાથી શકાય છે તેની સાથે ઘી-દૂધ વિશે જે  ખોટી માન્યતાઓ અને ગેરસમજ પ્રવર્તી રહી છે તેના વિશે પણ સમજ આપી હતી. 

-------------------------