આણંદ
21મી જૂન 2023ના રોજ આણંદ જિલ્લાના નાર ગામ સ્થિત ગોકુલધામ ખાતે 9 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો. આ પ્રાચીન પ્રથા વિશે જાગૃતિ લાવવા અને યોગ દ્વારા વિધાર્થીઓમાં શારીરિક અને આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ કરવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરમ પૂજ્ય જનમંગલદાસજી સ્વામીજી, યોગા માસ્ટર શ્રી મિતુલભાઈ દવે, (આર્ટ ઓફ લિવિંગ), શ્રી મનુભાઈ રાઠોડ - કેમ્પસ ડાયરેક્ટ , શ્રી મિલિન્દકુમાર પટેલ - એજ્યુકેશન ડાયરેક્ટ, શ્રી કૌમેય ભાવસાર - આચાર્યશ્રી , શૈક્ષણિક, બિન-શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે હાજરી આપી હતી. વિધાર્થીઓ ને તેમના જીવનમાં યોગનું મહત્વ સાથે - સાથે યોગ દ્વારા શારીરિક અને માનસિક સુમેળ કેવી રીતે જાળવી શકાય તે શીખવવામાં આવ્યું. વિદ્યાર્થીઓ સાથે યોગના મહત્વ વિશે ચર્ચા કરી અને યોગની મુદ્રાઓ પણ પ્રદર્શિત કરી. આ પ્રવૃત્તિને તેમના રોજિંદા જીવનમાં દાખલ કરવાનું વચન આપ્યું.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પરમ પૂજ્ય સુકદેવપ્રસાદદાસજી સ્વામીજી અને પરમ પૂજ્ય હરીકેશવદાસજી સ્વામીજી ના આશીર્વાદ સાથે સફળતા પૂર્વક પૂર્ણ થઈ. આચાર્યશ્રી દ્વારા આભારવિધિ સાથે સમારંભનો અંત આવ્યો.