AnandToday
AnandToday
Monday, 19 Jun 2023 00:00 am
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 19 જૂન : 19 June 
તારીખ તવારીખ 
સંકલન : વિજય ઠક્કર,આણંદ

કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ

રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા રાજીવ ગાંધી હતા. જેઓ પાછળથી ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેમની માતા સોનિયા ગાંધી ઈટાલીના છે.તેમનું પ્રાથમિક શિક્ષણ સેન્ટ કોલંબસ સ્કૂલમાં થયું હતું પરંતુ સુરક્ષાને કારણે તેમને દહેરાદૂન મોકલવામાં આવ્યા હતા. 1989માં તેમણે તેમના સ્નાતક માટે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાં પ્રવેશ લીધો. પરંતુ તે પછી સુરક્ષાના કારણોસર તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને હાર્વર્ડ યુનિવર્સિટી ગયા.રોલિન્સ કોલેજ ફ્લોરિડા જ્યાંથી તેણે બેચલર ઓફ આર્ટસ સાથે સ્નાતક થયા. ગ્રેજ્યુએશન પછી રાહુલ ગાંધીએ લંડનના મોનિટર ગ્રુપમાં ત્રણ વર્ષ સુધી કામ કર્યું. આ કંપની મેનેજમેન્ટ ગુરુ માઈકલ પોર્ટરની સલાહકાર સંસ્થા હતી.1995માં રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાંથી એમફિલની ડિગ્રી મેળવી.
વર્ષ 2002માં રાહુલ ગાંધી ભારત પરત ફર્યા અને પોતાની ટેક્નોલોજી કન્સલ્ટિંગ કંપનીની સ્થાપના કરી. રાહુલે પોતાની રાજકીય કારકિર્દી 2004માં શરૂ કરી હતી. તેમણે ઉત્તર પ્રદેશમાં તેમના પિતાના મતવિસ્તાર અમેઠીમાંથી પહેલી લોકસભા ચૂંટણી લડી હતી.અને 1 લાખથી વધુ મતોના અંતરથી જીત મેળવી હતી. 14 મી લોકસભામાં તેઓ સંસદસભ્ય બન્યા.
2013માં રાહુલ ગાંધી કૉંગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા. આ પહેલા તેમને પક્ષના જનરલ સેક્રેટરીની જવાબદારી સોંપાઈ હતી.2017ના ડિસેમ્બરમાં રાહુલ ગાંધીને પક્ષના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા.

* મગધીરા (2009) ફિલ્મ સાથે ખુબ લોકપ્રિય બનેલ હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મના અભિનેત્રી અને મોડલ કાજલ અગ્રવાલનો મુંબઈમાં જન્મ (1985)
તેમની નોંધપાત્ર હિન્દી ફિલ્મોમાં સિંઘમ, ક્યું, હો ગયા ના, સ્પેશ્યલ 26 વગેરે છે 
તેની વેક્સ ફિગર સિંગાપોરના મેડમ તુસાડના મ્યુઝિયમમાં (2020માં) મુકવામાં આવ્યું છે

* યુકે (ઇંગ્લેન્ડ) - યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જોન્સન(એલેક્ઝાન્ડર બોરિસ ડી ફેફેલ જોન્સન)
તેઓ 2016 થી 2018 સુધી વિદેશ અને કોમનવેલ્થ બાબતોના રાજ્ય સચિવ હતા અને 2008 થી 2016 સુધી લંડનના મેયર હતા.

* ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી અને ભાજપના આગેવાન એડવોકેટ રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી (રાજુભાઈ વકીલ)નો વડોદરામાં જન્મ (1954)

* નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મ્યાનમારના સ્ટેટ કાઉન્સેલર અને વિદેશ મંત્રી તરીકે (2016-21 ) સેવા આપનાર રાજદ્વારી અને લેખક આંગ સાન સુ કીનો જન્મ (1945)

* ભારતીય મૂળના બ્રિટિશ-અમેરિકન નવલકથાકાર અને નિબંધકાર સલમાન રશ્દીનો મુંબઈમાં જન્મ (1947) 

* ગુજરાતી ફિલ્મોનાં અભિનેતા અને રંગભૂમિનાં પીઢ હાસ્ય અભિનેતા પી.ખરસાણી (પ્રાણલાલ દેવજીભાઈ ખરસાણી)નો કલોલનાં ભાટવાડામાં જન્મ (1926)
પી.ખરસાણીએ 1958થી શરૂ કરીને 100 જેટલી ફિલ્મો અને 75 નાટકોમાં અભિનય કર્યો 
લાખો ફુલાણી, ગોરલ ગરાસણી, નારી તું નારાયણી, નર્મદાને કાંઠે, પત્તાની જોડ, ભાથીજી મહારાજ, મેના ગુર્જરી, નસીબની બલિહારી, પ્રીત પાંગરે ચોંરી ચોરી, માડી જાયાનું મામેરું, હાલો ભેરુ અમેરિકા તેમની જાણીતી ફિલ્મો છે

* ભારતીય અમેરિકન ગણિતશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી ડિઝાઇન થિયરીમાં તેમના કામ માટે જાણીતા રાજ ચંદ્ર બોઝનો મધ્ય પ્રદેશમાં જન્મ (1901)

* યાંત્રિક કેલ્ક્યુલેટર અને 20 જેટલા મશીનો ઉપરાંત પાસ્કલના સિધ્ધાંત માટે જાણીતાં બ્લેઇઝ પાસ્કલનો ફ્રાન્સમાં જન્મ (1626)

* શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારથી સન્માનિત ભારતના પૂર્વ-પ્રખ્યાત ધાતુશાસ્ત્રી અને સામગ્રી વૈજ્ઞાનિકોમાંના એક તાંજોર રામચંદ્ર અનંતરામનનો જન્મ (2009)

* ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પારિતોષિક દ્વારા સન્માનિત શિક્ષણશાસ્ત્રી, કવિયત્રી અને કાર્યકર સરૂપ ધ્રુવનો અમદાવાદમાં જન્મ (૧૯૪૮)

* ઈન્દોર શહેરના મેયર તરીકે (2015થી) સેવા આપતા ભાજપના આગેવાન માલિની ગૌરનો જન્મ (1961)

* નેશનલ ફિલ્મ પુરસ્કારથી સન્માનિત હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મના અભિનેતા અને પ્રેરક વક્તા આશિષ વિદ્યાર્થીનો કેરાલા રાજ્યમાં જન્મ (1962)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ધ્રોહકાલ, મૃત્યુદાતા, ધુંધ, હસીના માન જાયેગી, અર્જુન પંડિત, રેફ્યુજી, એલઓસી કારગિલ, જુર્મ, આવારાપન, રક્તચરિત્ર વગેરે છે

* પદ્મશ્રીથી સન્માનિત તેલુગુ સિનેમામાં પટકથા લેખક, દિગ્દર્શક અને અભિનેતા જાંધ્યાલા (વીરા વેંકટ દુર્ગા શિવ સુબ્રહ્મણ્ય શાસ્ત્રી)નું અવસાન (2001)

* ઉત્તરાખંડ (2003-07) અને સિક્કિમના રાજ્યપાલ તરીકે (2007-08) સેવા આપનાર સુદર્શન અગ્રવાલનો પંજાબ રાજ્યમાં જન્મ (1931)

* હિન્દી ફિલ્મ ગીતકાર, એડ ફિલ્મ મેકર, વોઈસ ઓવર આર્ટિસ્ટ અને એન્કર રાજેશ જોહરીનો રાજસ્થાનમાં જન્મ (1952) 

* ભારતીય કોમ્પ્યુટર વૈજ્ઞાનિક અને માહિતી ટેકનોલોજીના અગ્રણી અને નેતા અમિયાકુમાર પૂજારીનો ઓડિશા રાજ્યમાં જન્મ (1948)

* બૉલીવુડ ફિલ્મોના નિર્માતા નિર્દેશક શોમુ મુખર્જીનો ઝારખંડ રાજ્યના જમશેદપુર ખાતે જન્મ (1943) 
તેમના પત્ની તનુજા અને દીકરી કાજોલ ખુબ સફળ અને લોકપ્રિય અભિનેત્રી છે
 
* હિન્દી તેમજ બંગાળી સિનેમામાં અભિનેત્રી મિથુ મુખર્જીનો જન્મ (1955)

* યુવા ભારતીય ટેલિવિઝન અભિનેત્રી અને સ્ટેન્ડ-અપ કોમેડિયન સલોની ડેનીનો જન્મ (2001)

* 17મી લોકસભાનાં અધ્યક્ષ તરીકે ઓમ બિરલા સર્વાનુમતે ચૂંટાયા (2019)
તેઓ કોટા-બુંદી સંસદીય ક્ષેત્ર (રાજસ્થાન)નાં સંસદસભ્ય છે

 *વર્લ્ડ એથનિક ડે