બોરસદ
આણંદ જિલ્લાના બોરસદમાં રહેતા પ્રાથમિક શિક્ષક ઘનશ્યામભાઈ. એમ જેઠવા.અને નિપા બેન જેઠવાની દીકરી ખુશ્બુ જેઠવાની હાલમાં માધ્યમિક અને પ્રાથમિક વિભાગની ભરતી માટે લેવાયેલ ટાટ અને ટેટ 2 ની પરીક્ષામાં ખૂબ સારી સિદ્ધિ હાંસલ કરી છે.
ખુશ્બુ જેઠવા આમતો ઊંચા પરિણામ માટે જાણીતું નામ છે.ટાટ માધ્યમિક વિભાગ સાયન્સ/મેથ્સ (ધોરણ 9 /10 )માટે ની પરીક્ષામાં 200 માંથી 117.25 ગુણ મેળવેલ છે અને ટેટ-2ઉચ્ચતર પ્રાથમિક વિભાગ (ધોરણ 6/7/8)માટેની ભરતી માટે લેવાયેલ પરીક્ષામાં 150 ગુણમાંથી 101 ગુણ મેળવી ઝળહળતી સફળતા મેળવેલ છે.
પ્રોફેસર બનવાના ધ્યેય સાથે બી.એસ.સી.મેથ્સ / સાયન્સ એસ.પી.યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ સાથે સિદ્ધ કરેલ છે.તથા.એમ.એસ.સી એસ.પી.યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમે આવી સફળતા મેળવેલ છે.ખુશ્બુ જેઠવા.અનડા બી.એડ કોલેજમાં પણ પ્રથમ ક્રમે સિદ્ધિ મેળવેલ છે.
આસી.પ્રોફેસર માટે જી.પી.એસ.સી.ક્વોલિફાઇડ થયેલ છે.આ સિદ્ધિઓથી કુટુંબ અને શિક્ષક સમાજ ખૂબ આનંદિત અને પ્રભાવિત છે.ખુશ્બુ જેઠવાની આવી સફળતાઓથી જેઠવા પરિવાર અને દીકરીને શિક્ષક સમાજે અને જ્ઞાતિજનોએ અભિનંદન પાઠવેલ છે ભારત માતાકી જય...