AnandToday
AnandToday
Friday, 16 Jun 2023 00:00 am
AnandToday

AnandToday

આણદ પાસેના સામરખા સીમમાંથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવેનો કેટલોક ભાગ "નો પાર્કિંગ ઝોન" જાહેર કરાયો

આ રોડ પર કોઈ પણ વાહન થોભી શકશે નહીં, તેમજ પેસેન્જર ચડાવી કે ઉતારી શકશે નહીં. 

આણંદ,
 આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે એક જાહેરનામા દ્વારા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરનો કેટલોક ભાગ "નો પાર્કિંગ ઝોન" જાહેર કરવા હુકમ ફરમાવ્યો છે.
આણંદ શહેર પાસેના સામરખા ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ના બ્રિજ પાસે કેટલાક વાહન ચાલકો વાહનોને સ્ટોપેજ આપીને મુસાફરને વાહનમાંથી ઉતારતા અને બેસાડતા હોય છે.અને આ મુસાફરને લેવા માટે સામરખા સર્વિસ રોડ પર ખાનગી વાહન ચાલકોનો જમેલો થતો હોય છે.જેને લઇ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરનો  સામરખા સીમનો કેટલોક રોડ નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો હોવાનું જાણવા મળેલ છે
વધુમાં આ જાહેરનામા અંતર્ગત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ૫૭.૫૦૦ કી. મી. થી ૫૯.૫૦૦ કી. મી. સુધીના રસ્તાને તા. ૧૪/૦૮/૨૦૨૩ સુધી "નો પાર્કિંગ ઝોન" જાહેર કરવામાં આવ્યો છે. આ રસ્તા પર કોઈ પણ વાહન થોભી શકશે નહીં, તેમજ પેસેન્જર ચડાવી કે ઉતારી શકશે નહીં. 

આ પ્રતિબંધ હાઇવે પેટ્રોલના વાહનો, સરકારી વાહનો, એમ્બ્યુલન્સ વાન તથા ફાયર બ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
*****