આણંદ
આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સંચાલિત શ્રીમતી કમળાબેન પી. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફીજીઓથેરપી એન્ડ ઓક્યુપેશનલ થેરાપીની વિદ્યાર્થિની ડૉ. દિવ્યા મહેન્દ્રસિંહ રાઠોડએ પોતાના 4.5 વર્ષના અભ્યાસ સાથે પિતાને સમર્પિત પુસ્તક “પિતા : જીવનનો આધારસ્તંભ” લખીને તૈયાર કરતાં તેનું દિલ્હીથી પ્રકાશન થયું છે. જેની કોપી પરિવારજનોએ સંસ્થાના પ્રમુખશ્રી બિપિનચંદ્ર પી. પટેલ (વકીલ) ભેટ આપી આશીર્વાદ મેળવ્યા હતા. આ સફળતા માટે અભિનંદન આપતા પ્રમુખશ્રીએ જણાવ્યુ કે એપીએમએસ ખાતે દરેક વિદ્યાર્થીને તેની આવડત મુજબ તક અને સ્ટેજ આપવામાં આવે છે અને તેથી તે અભ્યાસ સાથે પોતાની ટેલેન્ટ માટે સક્ષમ અને હિંમતવાન બને છે, એ વાતનું આ દિકરી શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થઈ છે. પુસ્તક લખવા માટે મળેલ હિમ્મત અને સમજ સાથે એન્કર તરીકે આપેલ તક માટે એપીએમએસ પરિવારનો આભાર માનતા ડૉ. દિવ્યા રાઠોડ (ઓટી) એ જણાવ્યું કે, અહીં 5 વર્ષ અગાઉ આવી ત્યારથી સંસ્થાના પ્રમુખશ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ), વાઈસ પ્રેસિડેન્ટ અને સીઇઓ ડૉ. પાર્થ બી. પટેલ, સેક્રેટરી અને રજિસ્ટ્રાર ડૉ. ઈશિતાબેન પી. પટેલ, એડમીન વિભાગના યુગ્માબેન પટેલના નેતૃત્વમાં સૌના સહકાર સાથે સ્ટાફની પણ ખૂબ સારી મદદ મળી. મને દરેક ક્ષણ સતત ને સતત આગળ વધવાની પ્રેરણા આપતા રહેલ રજીસ્ટ્રાર અને સેક્રેટરી ડો. ઈશિતાબેન પી. પટેલ મારા જીવનમાં એક આદર્શ ગુરુ, આદર્શ મોટીવેટર, આદર્શ સલાહકાર અને આદર્શ શિક્ષક રહ્યા છે તેમ પણ તેણે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી પી.એમ.પટેલ કોલેજ કેમ્પસથી 3 વર્ષ એનસીસી પણ પૂર્ણ કરવા સાથે સફળ લેખક અને એન્કર બનેલ ડૉ. દિવ્યા રાઠોડના પિતા મહેન્દ્રસિંહ રાઠોડ એસ.ટી. વિભાગમાં કંડક્ટરની નોકરી કરે છે અને તેમણે પોતાની દીકરીને પોતાના સમાજની પ્રથમ ડોક્ટર બનાવવા શ્રીમતી કમળાબેન પી. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફીજીઓથેરપી એન્ડ ઓક્યુપેશનલ થેરાપી કોલેજમાં ચાલતા બેચલર ઓફ ઓક્યુપેશશનલ થેરાપિનો 4.5 વર્ષનો અભ્યાસ, કેમ્પસ હોસ્ટેલમાં જ રાખી પૂર્ણ કરાવ્યો. અને અભ્યાસ બાદ આજે ડો. દિવ્યા અમદાવાદના ઉમ્મીદ ઓટીસમ ચાઇલ્ડ ડેવલપમેન્ટ કેર ખાતે સારી પોસ્ટ પર જોબ કરવા સાથે પોતાની જાતને ધન્ય માને છે કે, સંસ્થાના પ્રમુખશ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ)નું હંમેશા સચોટ માર્ગદર્શન મળ્યું, વાઈસ પ્રેસિડેન્ટ અને સીઇઓ ડૉ. પાર્થ બી. પટેલએ એક વાલીની જેમ વાત સાંભળીને દરેક પ્રશ્નનું નિરાકરણ કરી આપ્યું, સેક્રેટરી અને રજિસ્ટ્રાર ડૉ. ઈશિતાબેન પી. પટેલ એ ગુરુ અને ગાઇડ તરીકે જ્યારે જરૂર પડી ત્યારે માતા- પિતાથી પણ વિશેષ કાળજી લીધી છે.