આજે વિશ્વ રક્તદાતા દિવસ,જાણો શા કારણે 14મી જૂને ઉજવાય છે આ દિવસ, બ્લડગ્રુપની શોધ કોણે અને ક્યારે કરી?
ફ્રાંસના વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટરે લોહીના A,B,O ગ્રુપની શોધ કરી હતી તેમને આ શોધ બદલ 1930 માં નોબલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ 14 જૂન 1868 માં થયો હોય જેથી આ દિવસને વિશ્વ રકતદાતા દિન તરીકે ઉજવવાનું વર્ષ 2004 માં શરુ કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
બ્લ્ડગૃપનાં શોધક કાર્લ લેન્ડસ્ટેઇનરની શોધને કારણે રક્તદાન કરવાનું શક્ય બન્યું
* જર્મનીના ભૂતપૂર્વ વ્યાવસાયિક ટેનિસ ખેલાડી સ્ટેફી ગ્રાફ (સ્ટેફની મારિયા)નો જન્મ (1969)
તેણીએ રેકોર્ડ 377 અઠવાડિયા માટે વિશ્વમાં નંબર 1 નું સ્થાન મેળવ્યું હતું અને 22 મોટા સિંગલ્સ ટાઇટલ જીત્યા, જે 1968માં ઓપન એરા શરૂ થયા પછી બીજા સૌથી વધુ અને સર્વકાલીન ત્રીજા ક્રમે છે
* અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ (2017-21) ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ (1946)
* પદ્મ વિભૂષણથી સન્માનિત પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (1996-2001) અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ એમ. એસ. ગિલ નો જન્મ (1936)
* ભારતના સૌથી મોટા સમૂહમાંના એક આદિત્ય બિરલા જૂથના અધ્યક્ષ અને ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાનો કોલકાતા ખાતે જન્મ (1967)
* મુંબઈમાં રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે (સ્વરાજ શ્રીકાંત ઠાકરે)નો મુંબઈમાં જન્મ (1968)
* ભવાઈ સ્વરૂપના વિદ્વાન ગુજરાતી નાટ્યકાર, નાટ્ય અભિનેતા અને નાટ્ય શિક્ષક જનક હરિલાલ દવેનો ભાવનગર ખાતે જન્મ (૧૯૩૦)
* બોલિવૂડ ફિલ્મો માટે સંગીતકાર, ગિટાર વાદક, ગાયક પ્રિતમ (ચક્રવર્તી)નો કોલકાતા ખાતે જન્મ (1971)
* ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મોમાં અભિનેતા, પટકથા લેખક અને નિર્માતા ભારત ભૂષણનો મેરઠમાં જન્મ (1920)
* ઈન્ડી-પોપ અને બૉલીવુડ ફિલ્મોના પ્લેબેક સિંગર જુબીન નૌટિયાલનો દેહરાદૂન ખાતે જન્મ (1989)
* મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2022માં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય એમેચ્યોર બોક્સર નિખત ઝરીનનો તેલંગણાં રાજ્યમાં જન્મ (1996)
* અમેરિકામાં ગુલામી પ્રથાને નાબૂદ કરવામાં મહત્વનો ભાગ ભજવનારી નવલકથા ‘અંકલ ટોમ્સ કેબિન’નાં લેખિકા હેરિએટ બીચર સ્ટોવનો અમેરિકામાં જન્મ (1811)
* હિન્દી અને બાઁગ્લા ફિલ્મ અભિનેત્રી, ટેલિવિઝન, મનોરંજન નિર્માતા, ટીવી ટોક શો હોસ્ટ અને સાંસદ કિરણ અનુપમ ખેરનો પંજાબમાં જન્મ (1955)
* બેંગલુરુ અને ભારતીય રાષ્ટ્રીય ટીમ બંને માટે ફોરવર્ડ તરીકે રમતા ભારતીય વ્યાવસાયિક ફૂટબોલર ઉદંતા સિંઘનો મણિપુર રાજ્યમાં જન્મ (1996)
* નિર્માતા, મૉડલ અને બૉલીવુડ ફિલ્મોમાં અભિનેતા તરુણ અરોરાનો આસામ રાજ્યમાં જન્મ (1979)
* ભારતીય - કેનેડિયન અભિનેતા અને ગાયક સરબજિત ચીમાનો જલંધર ખાતે જન્મ (1968)
* સૂફી, ઉર્દૂ કવિ અને બ્રિટિશ ભારતમાં સુધારક અહેમદ રઝા ખાન બરેલવીનો જન્મ (1856)
* મોડલ અને તમિલ અને તેલુગુ સિનેમામાં ફિલ્મ અભિનેત્રી બિંદુ માધવીનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1986)
* મરાઠી ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ ચાંદેકરનો પુના ખાતે જન્મ (1991)