AnandToday
AnandToday
Monday, 12 Jun 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 13 જૂન : 13 June 
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)

વિશ્વના મહાન ગઝલ ગાયકોમાંના એક શહેનશાહ--ગઝલ મેહદી હસનની આજે પુણ્યતિથિ

ભારતમાં રાજસ્થાન રાજ્યમાં જન્મ અને વિશ્વના મહાન ગઝલ ગાયકોમાંના એક શહેનશાહ-એ-ગઝલ મેહદી હસનનું પાકિસ્તાનમાં અવસાન (2012)

*કાળા પાણીની સજા પામનાર પ્રથમ ભારતીય ક્રાંતિવિર ગણેશ દામોદર સાવરકરનો નાસિક ખાતે જન્મ (1879)
તેમના નાના ભાઈ વિનાયક સાવરકર અને ગણેશ દામોદર સાવરકર એમ એક જ કુટુંબના બંને ભાઈઓએ રાષ્ટ્રસેવા ખાતર કાળાપાણીની સજા ચૌદ વર્ષ સુધી ભોગવી હોય એવું જ્વલંત ઉદાહરણ આ સાવરકર બંધુએ જગતને પૂરું પાડ્યું હતું

* ભાજપના નેતા અને ભારત સરકારમાં વર્તમાન રેલ્વે અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલનો મુંબઈમાં જન્મ (1964)

* શિવસેનાના યુવા નેતા અને મહારાષ્ટ્ર સરકારના પ્રવાસન અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઉદ્ધવ ઠાકરેનો મુંબઈમાં જન્મ (1990)
તેમના પિતા ઉદ્ધવ ઠાકરે 2019થી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે 

* પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત, કોમનવેલ્થ ગોલ્ડ મેડલ વિજેતા વિશ્વ નંબર 1 ભારતીય તીરંદાજ દીપિકા કુમારીનો રાંચી ખાતે જન્મ (1994)

* સૌથી નાની વયે (17 વર્ષ અને 193 દિવસની વયે) ક્રિકેટ રમવાનો કીર્તિમાન બનાવનાર ભારતના ક્રિકેટ ખેલાડી (35 ટેસ્ટ અને 59 વનડે રમનાર) મનીંદર સિંગનો પુના ખાતે જન્મ (1965)
તે ડ્રગ્સ કેસમાં અને આત્મહત્યાના પ્રયત્ન માટે પણ ચર્ચામાં રહ્યા હતા 

* ઈંગ્લેન્ડ તરફથી રમનાર ભારતીય ક્રિકેટર અને નવાનગર સ્ટેટના રાજવી કુમાર શ્રી દુલીપસિંહજીનો સૌરાષ્ટ્રમાં જન્મ (1905)

* ભારતીય ફિલ્મ વિવેચક અને ફિલ્મ વેપાર વિશ્લેષક તરણ આદર્શનો જોધપુર ખાતે જન્મ (1965)
તેમના પિતા બી. કે. આદર્શ હિન્દી ફિલ્મ નિર્માતા નિર્દેશક હતા 

* સંયુક્ત રાષ્ટ્ર સંઘનાં આઠમાં મહાસચિવ (2007-16) રહી ચૂકેલા બાન-કી-મૂનનો દક્ષિણ કોરિયામાં જન્મ (1944)

* પાકિસ્તાનમાં જન્મ અને ભારતીય શાસ્ત્રીય ગાયક અને કિરાના ઘરાનાના શિક્ષક પંડિત પ્રાણ નાથનું અમેરિકામાં અવસાન (1996)

* લંડનમાં જન્મ અને 'ગ્રેસ એનાટોમી'ના સર્જક હેનરી ગ્રેનું અવસાન (1861)
તેમણે શરીરના વિવિધ અવયવોની રચના અને આકૃતિઓ બનાવી, ઇ.સ.1858માં તેમણે 363 આકૃતિઓ સાથે 750 પાનાનું પુસ્તક પ્રસિદ્ધ કરી જગતને શરીર રચનાનો ખ્યાલ આપ્યો હતો, આ 'ગ્રેસ એનાટોમી' નામનું સચિત્ર પુસ્તક પ્રસિદ્ધ કરીને આરોગ્ય ક્ષેત્રે મોટું પ્રદાન કર્યું હતું

* પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય-અમેરિકન કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને ટ્યુરિંગ એવોર્ડના વિજેતા ડબ્બાલા રાજગોપાલ "રાજ" રેડ્ડીનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1937)
તેઓ કૃત્રિમ બુદ્ધિમત્તાના પ્રારંભિક પ્રણેતાઓમાંના એક છે અને તેમણે 50 વર્ષથી સ્ટેનફોર્ડ અને કાર્નેગી મેલોનની ફેકલ્ટીમાં સેવા આપી છે 

* પદ્મશ્રીથી સન્માનિત આસામના લેખક યેશે દોરજી થોંગચીનો જન્મ (1952)

* આંતરરાષ્ટ્રીય શારીરિક એથ્લેટનો શ્વેતા રાઠોડનો જયપુર ખાતે જન્મ (1988)
તેઓ ભારતના પ્રથમ મહિલા છે જેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો અને 49મી એશિયન ચેમ્પિયનશિપ જીતી હતી 

* સ્ટીમ ટર્બાઇન અને વરાળના દબાણથી ટર્બાઇનને ફેરવીને વીજળી પેદા કરવાની શોધ કરનાર ચાર્લ્સ એલ્જર્નોન પાર્સન્સનો લંડનમાં જન્મ (1854)
તેમણે ટર્બેનિયા નામનું જહાજ બનાવી સૌથી ઝડપથી જહાજ બનાવવાંનો રેકોર્ડ કર્યો હતો. આ શોધ બદલ તેમને બ્રિટનનો સર ઈકલાબ એનાયત થયો હતો

* ભારતીય વેપારી, જમીનદાર, રાજકારણી, ધારાસભ્ય અને અર્થશાસ્ત્રી જી. એન. ચેટ્ટીનું ચેન્નાઇ ખાતે અવસાન (1950)

* ભારતીય સાહિત્યકાર, નવલકથાકાર, વાર્તા-પટકથા લેખિકા અને સમાજશાસ્ત્રી ઈન્દુ મેનનનો કેરળ રાજ્યમાં જન્મ (1980)

* કેરળ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ઇ. એમ. એસ. નંબૂદિરીપાદનો જન્મ (1909)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી દિશા પટણીનો ઉત્તર પ્રદેશના બરેલી ખાતે જન્મ (1992)

* નોબેલ પારિતોષિકથી સન્માનિત આયરીસ કવિ ડબ્લ્યુ બી. યેટ્સનો આર્યલેન્ડમાં જન્મ (1865)