AnandToday
AnandToday
Saturday, 10 Jun 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 11 જૂન : 11 June 
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)

ભારતના મહાન કાંતિકારી પંડિત રામ પ્રસાદબિસ્મિલની આજે જન્મજયંતિ

ભારતનાં ક્રાંતિકારી અમર શહીદ અને દેશભક્ત કવિ અને સાહિત્યકાર રામપ્રસાદ બિસ્મિલનો ઉત્તરપ્રદેશમાં શાહજહાંપુરમાં જન્મ (1897)
તેમણે ઈ.સ.1918ના મૈનપુરી ષડ્યંત્ર તથા ઈ.સ.1925ની કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લીધો હતો અને બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ સંઘર્ષ કર્યો હતો 
‘રામ’, ‘અજ્ઞાત’ તેમજ ‘બિસ્મિલ’ ઉપનામથી તેમણે હિન્દી તથા ઉર્દૂમાં કવિતાઓ લખી હતી. જે પૈકી તેઓ બિસ્મિલ તરીકે વધુ જાણીતા થયા હતાં

* પદ્મ ભૂષણથી સન્માનિત કોરિયોગ્રાફર અને શૈક્ષણિક મોહિનીઅટ્ટોમ માટે જાણીતા ભારતીય નૃત્યાંગના કનક રેલેનો જન્મ (1937)

* બિહાર રાજ્યના મુખ્યમંત્રી રહેલ (1990-97) પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી (2004-09) લાલુ પ્રસાદ યાદવનો જન્મ (1948)
તેઓ 1997થી રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ છે 

* સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશ તરીકે અને પછી લોકસભાના અધ્યક્ષ તરીકે સેવા આપનાર કે. એસ. (કુવદૂર સદાનંદ) હેગડેનો કર્ણાટકમાં જન્મ (1909)
1952-57 દરમિયાન તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતાં, ઈ.સ.1967માં હેગડેની ભારતની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી અને 30એપ્રિલ, 1973નાં રોજ, તેમણે રાજીનામું આપ્યું હતું
1977માં, તે જનતાપાર્ટીની ટિકિટ પર બેંગ્લોર દક્ષિણ મત વિસ્તારમાંથી લોકસભા માટે ચૂંટાયા હતા.ઘણા મહિનાઓ પછી,તેઓ તેમના પૂર્વગામી નીલમ સંજીવ રેડ્ડીના રાજીનામાં પછી સ્પીકર બન્યા હતાં

* કરનાલ બેઠકથી ભાજપના લોકસભા સાંસદ (2014-19) અને દિલ્હીમાં પંજાબ કેસરીના વરિષ્ઠ પત્રકાર અને નિવાસી સંપાદક રહેલ અશ્વિની કુમાર ચોપરાનો પંજાબમાં જન્મ (1956)

* ભારતીય રાષ્ટ્રીય ફીલ્ડ હોકી ટીમના સભ્ય અને ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા તરીકે લોકપ્રિય ગોલકીપર સવિતા પુનિયાનો હરિયાણા રાજ્યમાં જન્મ (1990)

* ભારતીય સેલ્યુલર એસોસિએશનના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલ પંકજ મોહિન્દ્રુનો પંજાબમાં જન્મ (1962)

* સાહિત્યિક નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનારા પ્રથમ જાપાની સાહિત્યકાર યાસૂનારી કાવાબાતાનો જન્મ (1899)
જાપાનની ‘પેન’ સંસ્થાનું પ્રમુખપદ શોભાવનારા યાસુનારી આંતરરાષ્ટ્રીય વ્યક્તિ વિશેષ બની ચૂક્યા હતાં

* ભોજપુરી ફિલ્મોમાં આઈટમ કવીન તરીકે લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી, નૃત્યાંગના, મોડેલ અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા સીમા સિંહનો મુંબઈમાં જન્મ (1990)

* કેન્યાની ક્રિકેટ ટીમના ખેલાડી (3 વનડે રમનાર) હરિલાલ રાયસિંહ શાહનું કેન્યામાં અવસાન (2014)

* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત પ્લેબેક સિંગર ઉથરા ઉન્નીકૃષ્ણનનો જન્મ (2004)

* બોલિવૂડ ફિલ્મ અભિનેતા રાજકુમાર કનોજિયાનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1972)

* ભારતીય સુપર મોડલ ઉજ્જવલા રાઉતનો મુંબઈમાં જન્મ (1978)