AnandToday
AnandToday
Saturday, 03 Jun 2023 18:30 pm
AnandToday

AnandToday

A.P.M.S ના ફોરેન્સિક સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ 100% પરિણામ સાથે યુનિવર્સિટીમાં પ્રથમ રહ્યા

સંસ્થાના પ્રમુખશ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ), સહિત સંસ્થાના સ્ટાફે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપી પાઠવી શુભેચ્છા  

આણંદ
આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સંચાલિત શ્રી પી. એમ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પી.જી. સ્ટડીઝ એન્ડ રિસર્ચ ઇન એપ્લાઈડ સાયન્સ કોલેજના ફોરેન્સિક સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ 2જા અને 4થા સેમેસ્ટરની પરીક્ષામાં 100% પરિણામ સાથે યુનિ. ટોપર્સ રહી સંસ્થા અને કોલેજનું ગૌરવ વધાર્યું છે. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ એમ.એસસી. (ફોરેન્સિક સાયન્સ)ની 2જા અને 4થા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ હાલમાં જાહેર થયું છે, તે પૈકી 4થા સેમેસ્ટરમાં 9.16 જીપીએ સાથે મોક્ષિકાબેન પ્રથમ ક્રમે, 8.84 જીપીએ સાથે ધર્મા પી. હરસોદા 2જા ક્રમે અને સ્વેતા એમ. મેઘવાલ 8.32 જીપીએ સાથે 3જા ક્રમે આવ્યા છે. એમ.એસસી. (ફોરેન્સિક સાયન્સ)ના 2જા સેમેસ્ટરની પરીક્ષાના યુનિ. ટોપ-10માં 9.32 જીપીએ સાથે ઋચા એસ. એખે પ્રથમ ક્રમે, 9.00 જીપીએ સાથે ખુશી એસ. મિસ્ત્રી 2જા ક્રમે અને 8.84 જીપીએ સાથે વિશેષ એમ. જિંદાલ 3જા ક્રમે આવ્યા છે. શ્રી પી. એમ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પી.જી. સ્ટડીઝ એન્ડ રિસર્ચ ઇન એપ્લાઈડ સાયન્સ કોલેજના ફોરેન્સિક સાયન્સ વિભાગના 100% પરિણામ અને યુનિવર્સિટી ટોપર્સ રહ્યાની આ નોધપાત્ર સિધ્ધિ માટે સંસ્થાના પ્રમુખશ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ), વાઈસ પ્રેસિડેન્ટ અને સીઇઓ ડૉ. પાર્થ બી. પટેલ, સેક્રેટરી અને રજિસ્ટ્રાર ડૉ. ઈશિતાબેન પી. પટેલ, એડમીન વિભાગના યુગમાબેન પટેલ એ  ફોરેન્સિક સાયન્સ વિભાગના હેડ અને કા. આચાર્ય પ્રો. ડો. રવિ બી. પટેલ અને સ્ટાફગણ સાથે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી છે.