AnandToday
AnandToday
Thursday, 01 Jun 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં બોરસદ અને ખંભાત તાલુકામાં વધુ બે નવા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો શરૂ કરવામાં આવશે.

જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોની કુલ સંખ્યા ૧૦૩૩ થઈ

આણંદ,
 શાળાઓમાં ભણતા બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે, હાજરીનું પ્રમાણ વધે અને  અક્ષરજ્ઞાનને ઉંચુ આવે તેવા હેતુથી પ્રધાનમંત્રી પોષણ યોજના (મ.ભો.યો.)  હેઠળ આણંદ જિલ્લામાં અનેક મધ્યાહન ભોજન કેન્દ્રો કાર્યરત છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેક્ટર શ્રી ડી.એસ.ગઢવી દ્વારા બોરસદ અને ખંભાત તાલુકામાં વધુ બે નવા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. 

જેને ધ્યાને લઈ બોરસદ તાલુકાની આઇ.પી. મિશન ટ્રસ્ટ ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી લિ. સંચાલિત રાચેલ હેન્રી પ્રેક્ટીસીંગ શાળા, બોરસદ (ધોરણ ૧ થી ૮) તથા ખંભાત તાલુકાની વિદ્યુત બોર્ડ પ્રાથમિક શાળા, ધુવારણ, (ધોરણ ૧ થી ૮) ખાતે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે હેતુસર અલાયદા મધ્યાહન ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવશે. 

નોંધનીય છે કે, આણંદ જિલ્લામાં અત્યાર સુધી ૧૦૩૧ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો હતા, જેમાં બે નવા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોનો ઉમેરો થતા હવે જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોની કુલ સંખ્યા ૧૦૩૩ થઈ ચુકી છે. 
*****