ખંભાત
કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ જે ગુજરાતની અર્બન નાગરિક સહકારી બેંકોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. કાલુપુર બેંક બેન્કિંગ પ્રવૃત્તિઓની સાથે સાથે સૌના સાથ સહકારથી સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે. રક્તદાન અંગે જન જાગૃતિ જળવાઈ રહે અને જરૂરિયાત મંદ દર્દીઓને રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી ખંભાત શાખાના 27 મા સ્થાપના દિનની ઉજવણી 31 મે ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. બેન્ક મેનેજમેન્ટ દ્વારા બેન્ક નાં સ્થાપના દિન નિમિત્તે બેન્ક ની તમામ શાખાઓમાં બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરી બેન્ક પોતાની સમાજ પ્રત્યેની ફરજ બજાવે છે.
આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કાલુપુર કોમર્શિયલ બેંક ખંભાત તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, તારાપુર ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ ડોનેશન કેમ્પમાં 150 થી વધુ યુનિટ બ્લડ એકત્ર કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 27 માં વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે શાખા મેનેજર વ્યોમેશ સોલંકી, છોટાભાઈ પટેલ (પરેશ રાઈસ એન્ડ પલ્સ મિલ) અરવિંદભાઈ પટેલ (ચંદન રાઈસ એન્ડ પલ્સ મીલ) ભુપેન્દ્રભાઈ પટેલ (ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝ) હરેશભાઈ લાલજીભાઈ ઠક્કર (હર ભોલેનાથ રાઈસ એન્ડ પલ્સ મીલ) કાલુપુર બેંકના બ્લડ ડોનેશન કેમ્પના કો-ઓર્ડીનેટર બીરેનભાઈ પરીખ ( મુખ્ય કચેરી) , ભાઈલાલભાઈ પટેલ, જીતુભાઈ શાહ ઘનશ્યામસિંહ ચાવડા રમેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ તેમજ સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
કાલુપુર બેંકના આધાર સ્તંભ સમા અંબુભાઈ પટેલ સાહેબ તથા કાલુપુર બેંકના ચેરમેન નવનીતભાઈ પટેલ સાહેબના તથા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરસના માર્ગદર્શન હેઠળ આ તમામ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે.