નડિયાદ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલ, ‘Mass Mobilization for Mission LiFE- Lifestyle for Environment’ અંતર્ગત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, નડિયાદ અને નડિયાદ નગરપાલિકાનાં સંયુક્ત ઉપક્રમે ખેતા તળાવની આસપાસનાં વિસ્તારનું સફાઇ અભિયાન તા. ૨૬/૦૫/૨૦૨૩ નાં રોજ રાખવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાદેશિક કચેરી, નડિયાદના અધિકારી શ્રી આર.બી.જાડેજા દ્વારા મિશન લાઈફ વિશે ઉપસ્થિત લોકોને માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતું કે, કુદરતી સ્રોતોનો બુદ્ધિહીન વિનાશક વપરાશ કરવાના બદલે સજાગ અને ઇરાદાપૂર્વકનો ઉપયોગ કરવો જોઇએ. પ્લાસ્ટિક ઝભલાના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવા શ્રી આર.બી.જાડેજા એ જણાવ્યું હતું.
કાપડની થેલીઓ બનાવવાની કામગીરીમાં મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ અને ગુરુકૃપા એપરલ્સ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો અને સફાઇ અભિયાનનાં અંતે ઉપસ્થિત લોકોને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ કાર્યક્રમની સમાપ્તિ મિશન લાઈફ અંતર્ગત શપથ લેવડાવીને કરવામાં આવી હતી.
આ સફાઇ અભિયાનમાં જી.પી.સી.બી. ના અધિકારીઓ શ્રીમતી વનશ્રી પન્હાળકર (પ્રાદેશિક અધિકારી), શ્રી આર.બી.જાડેજા, શ્રી વિક્રાંત પરમાર, નડિયાદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર શ્રી મયંકભાઇ દેસાઇ તેમજ લાયન્સ ક્લબના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.