આણંદ ટુડે I આણંદ
આણંદ જિલ્લામાં બિનવરસી અને માલિક વિહોણા પશુઓની વિના મૂલ્યે સારવાર માટે “૧૯૬૨” કરુણા એમ્બ્યુલન્સ સતત કાર્યરત છે.
આ કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ સંસ્થામાં આણંદ ખાતે સંપૂર્ણૅ નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવતા અને જિલ્લાના દરેક સ્થળે અબોલ પશુઓની સેવામાં સતત કાર્યરત રહેતા પશુ ચિકિત્સક ડૉ.વૈભવ પ્રજાપતિ અને પાયલોટ દિલીપભાઈ મેહરાને સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ કામગિરિ કરવા બદલ એવોર્ડ આપીને સન્માનિત કરવામા આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ કેસમાં જેની ગણના થઈ છે તે કેસ માટે પશુ ચિકિત્સક ડૉ.વૈભવ પ્રજાપતિ અને પાયલોટ દિલીપભાઈ મેહરાને ગુજરાત રાજ્ય ૧૯૬૨ અને એમ.વી.ડી. ના પ્રોજેક્ટ હેડ ડૉ. મુકેશ ચાવડાના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે આણંદ જિલ્લામાં કાર્યરત ૧૯૬૨ની ટીમ દ્વારા અત્યાર સુધીના સમયગાળામાં ૫૦૫૬ સર્જીકલ કેસ, ૩૫૮૯ મેડિકલ કેસ, ૫૦૩ મેડિકલ સપ્લાય, ૯૩ પ્રસુતિ કેસ તથા અન્ય તમામ કેસો સાથે કુલ મળીને ૧૮૨૮૬ પશુઓની વિનામૂલ્યે સારવાર કરીને તમામ અબોલ પશુઓને જીવતદાન આપવામાં આવ્યું છે.