AnandToday
AnandToday
Thursday, 25 May 2023 00:00 am
AnandToday

AnandToday

સીસીટીવી લગાવવાના આદેશનું ઉલ્લંઘન કરનાર

આણંદ જિલ્લાના મેડિકલ સ્ટોર્સના સંચાલકો વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનની માંગ

ફુડ એન્ડ ડ્રગ વિભાગના ભ્રષ્ટાચારને કારણે આણંદ જિલ્લાની જનતાનું આરોગ્ય જોખમમાં: રજનીકાંત ભારતીય 

આણંદ
મેડિકલ સ્ટોર્સમાં નશાના ઉપયોગમાં લેવામાં આવતી દવાનું વેચાણ અટકાવવાના ઉદેશ્યથી રાષ્ટ્રીય બાળ અધિકાર કમિશન દ્વારા દરેક મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા આદેશ કરેલ જેનો આણંદ જિલ્લામાં અમલ કરાવવાના હેતુથી આણંદ જિલ્લાના કલેકટર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં એક માસની મુદ્દતની અંદર આણંદ જિલ્લાના દરેક મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા આદેશ કરેલ હતો. પરંતુ આણંદ જિલ્લામાં સિત્તેર ટકા કરતાં વધુ મેડિકલ સ્ટોર્સ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 નું ઉલ્લંઘન કરી ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં જ સિડયુલ H અને X દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતાં હોઈ સીસીટીવી કેમેરા લગાવવાથી તમામ ગેરરીતિઓ બહાર આવે એમ હોઈ હજી સુધી સીસીટીવી કેમેરા લગાવેલ નથી તેમજ વર્ષોથી ફાર્માસિસ્ટનું માત્ર લાયસન્સ ભાડે લાવી ગલીએ ગલીએ દવાની ખુલેલી હાટડીઓને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદના અધિકારીઓનું પીઠબળ હોઈ પોતાનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એ માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અધિકારીઓએ સીસીટીવી કેમેરા લગાવવાના આદેશનો અમલ કરાવવા કોઈ તસ્દી લીધેલ નથી. 
            આમ ભ્રષ્ટાચારી ડ્રગ વિભાગ અને લાલચુ કેમિસ્ટોની મિલીભગતથી આણંદ જિલ્લાની જનતાનાં આરોગ્ય સાથે થતી રમત રોકવા માટે સીસીટીવી લગાવેલ ન હોય એવા મેડિકલ સ્ટોર્સ સીલ કરવા અને સંચાલકો વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવાની જવાબદારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપને સોંપવાની માંગ સાથે આજે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન ( GPA ) દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. 
  ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીયે જણાવ્યું હતું કે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 મુજબ ફાર્માસિસ્ટની હાજરીમાં જ દવાનું વેચાણ થવું જોઈએ પરંતુ ડ્રગ વિભાગની રહેમ નજર હેઠળ આણંદ જિલ્લામાં સિત્તેર ટકા કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના માત્ર લાયસન્સ ઉપર ચાલે છે અને ફાર્માસિસ્ટ અન્ય જગ્યાએ નોકરી કરતાં હોય છે આ તમામ ગેરકાયદેસર પ્રવૃતિ સામે આંખ આડા કાન કરવા દર દિવાળીએ પાંચથી દસ હજાર મેડિકલ સ્ટોર્સ ધારકો ડ્રગ ઇન્સ્પેકટરને ચૂકવતા હોય છે. તેમજ નવા મેડિકલ સ્ટોર્સના લાયસન્સ આપવા માટે પણ પચ્ચીસ હજાર રૂપિયા લેવાતા હોય છે ત્યારે નશાના ઉપયોગમાં લેવાતી દવાના સેવનથી આણંદના યુવાધનને બરબાદ થતું અટકાવવા સીસીટીવી કેમેરા લગાવવાના આદેશનું પાલન કરાવવાની જવાબદારી જો ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સોંપવામાં આવે તો લાંચિયા અધિકારીઓ એમ પણ ભ્રષ્ટાચાર આચરશે અને સીસીટીવી ફરજીઆત લગાવવાનો આદેશ માત્ર કાગળ ઉપર જ રહી જાય એમ હોઈ માસ્ક ફરજિયાત લગાવવાના જાહેરનામાની જેમ દરેક મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લાગ્યા છે કે નહીં એ ચકાસણી કરવાની જવાબદારી પણ પોલીસ વિભાગને સોંપવાથી આદેશનું અસરકારક રીતે પાલન થશે.