AnandToday
AnandToday
Wednesday, 24 May 2023 18:30 pm
AnandToday

AnandToday

S.S.C બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર, રાજ્યનું 64.62 ટકા આવ્યું પરિણામ.

રાજ્યમાં સૌથી વધુ પરીણામ બનાસકાઠાના કુંબારીયા કેન્દ્રનું 95.92 ટકા  જ્યારે સૌથી ઓછુ પરીણામ ધરાવતુ કેન્દ્ર ઉતાવળી નર્મદા જિલ્લાનુ 11.94 ટકા છે.

રાજ્યમાં સુરત જિલ્લાનુ સૌથી ઉચુ76.45 ટકા પરીણામ આવ્યુ છે જ્યારે સૌથી ઓછુ 40.75 ટકા પરીણામ દાહોદ જિલ્લા

આણંદ જિલ્લાનું 57.63 અને ખેડા જિલ્લાનું 57.95 ટકા પરિણામ

આણંદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 આજે સવારે બોર્ડની વેબસાઇટ પર પરીણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. બોર્ડ દ્વારા ધોરણ 10 નુ 64.62 ટકા પરીણામ આવ્યુ છે. ગત વર્ષની સરખામણીમાં 0.56 ટકા પરિણામ ઓછુ આવ્યુ છે. સૌથી વધુ પરીણામ ધરાવતુ કેન્દ્ર બનાસકાઠાનુ કુંબારીયાનું 95.92 ટકા છે. જ્યારે સૌથી ઓછુ પરીણામ ધરાવતુ કેન્દ્ર ઉતાવળી નર્મદા જિલ્લાનુ 11.94 ટકા છે.
રાજ્યમાં સુરત જિલ્લાનુ સૌથી ઉચુ76.45 ટકા પરીણામ આવ્યુ છે જ્યારે સૌથી ઓછુ 40.75 ટકા પરીણામ દાહોદ જિલ્લાનું જાહેર કરવાામાં આવ્યુ છે.
ધોરણ 10 ની પરીક્ષા માં રાજ્યમાંથી કુલ 958 પરીક્ષા કેન્દ્રો પરથી 734898 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ તમામનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે ગુજરાત રાજ્યમાં 272 જેટલી શાળાઓનું સો ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે 30 ટકા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 1084 છે અને શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 197 છે
ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં ધોરણ 10 નું પરિણામ 57.63% આવ્યું છે.ગત વર્ષે જિલ્લાનું 60.62 ટકા પરિણામ આવ્યું હતું જેની સરખામણીમાં ચાલુ વર્ષે 2.99 ટકા પરિણામ ઘટ્યું છે જિલ્લામાં સૌથી વધુ આંકલાવ તાલુકાના ભેટાસી કેન્દ્રનું 78.64 ટકા અને સૌથી ઓછું શીલી કેન્દ્રનું 18.5 ટકા પરિણામ આવ્યું છે જ્યારે ખેડા જિલ્લામાં ધોરણ 10 નું પરિણામ 57.95 ટકા જાહેર થયું છે.આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

(પ્રતિકાત્મક તસવીર સોર્સ બાય google)