બોલીવુડ અને પંજાબી ફિલ્મોના અભિનેતા આર્ય બબ્બરનો જન્મ (1981)
તેમના પિતા રાજ બબ્બર ખુબ સફળ બૉલીવુડ ફિલ્મ અભિનેતા અને રાજકીય આગેવાન રહ્યા છે
* તા. 20 જૂન 1837 થી 1901માં તેમના મૃત્યુ સુધી યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડની રાણી રહેલ વિક્ટોરિયાનો જન્મ (1819)
* બંગાળી સાહિત્યના મહાન કવિઓમાંના એક તરીકે ગણવામાં આવે છે તે કવિ, લેખક, સંગીતકાર અને બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ કાઝી નઝરુલ ઇસ્લામનો જન્મ (1899)
* પદ્મશ્રી અને દ્રોણચાર્ય એવોર્ડથી સન્માનિત ભારતના મહાન કુસ્તીબાજ અને કુસ્તીના કોચ ગુરુ હનુમાનનું મેરઠ ખાતે અવસાન (1999)
* ઉર્દૂ કવિ અને હિન્દી ફિલ્મ ગીતકાર (અસર ઉલ હસન ખાન) મજરૂહ સુલતાનપુરીનું મુંબઈ ખાતે અવસાન (2000)
* ભારતના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ રમનાર) બાલ (હેમેન્દ્ર) દાણીનો મહારાષ્ટ્રમાં જન્મ (1924)
દાની પછીથી એર કોમોડોર બન્યા
તેઓ 1968 થી 1975 સુધી રાષ્ટ્રીય પસંદગીકાર હતા અને તેમણે મહારાષ્ટ્રમાં પસંદગીકાર, કોચ અને મેનેજર તરીકે પણ સેવા આપી હતી
* પ્રભાવશાળી ચિકિત્સક, થિયેટર દિગ્દર્શક અને અભિનેતા શ્યામાનંદ જાલાનનું કોલકાતા ખાતે અવસાન (2010)
* પદ્મશ્રીથી સન્માનિત લેખક અને રાજસ્થાનના રાજકારણી લક્ષ્મી કુમારી ચુંદાવતનું જયપુર ખાતે અવસાન (2014)
* હિન્દી સિનેમા સંગીત નિર્દેશક રાજેશ રોશનનો મુંબઈ ખાતે જન્મ (1955)
તેમની યાદગાર ફિલ્મોમાં કહોના પ્યાર હૈ, બાતોં બાતોં મે, મી. નટવરલાલ, યારાના વગેરે છે
* ઇકોલોજીસ્ટ, શૈક્ષણિક લેખક અને સેન્ટર ફોર ઇકોલોજીકલ સાયન્સના સ્થાપક માધવ ગાડગીલનો પુના ખાતે જન્મ (1942)
* ભારતીય રાજદ્વારી, ભૂતપૂર્વ ભારતીય વિદેશ સચિવ અને યુકેમાં ભારતીય હાઈ કમિશનર રહેલ રંજન મથાઈનો કેરાલા રાજ્યમાં જન્મ (1952)
* ભારતમાં ટીવી સમાચાર એન્કર અને લેખક રાજદીપ સરદેસાઈનો અમદાવાદ ખાતે જન્મ (1965)
* બૉલીવુડ ફિલ્મ નિર્માતા નિર્દેશક શિરીષ કુંદરનો મેંગલુરું ખાતે જન્મ (1973)
તેમના લગ્ન 2004માં કોરિયોગ્રાફર અને નિર્દેશક ફરહા ખાન સાથે થયા છે
* બંગાળી અભિનેતા અને સત્યજીત રેની ફિલ્મોમાં ઘણી ભૂમિકાઓ ભજવનાર તપેન ચેટર્જીનું અવસાન (2010)
* હિન્દી ફિલ્મ અભિનેતા અને મોડલ અંકુર ભાટિયાનો ભોપાલ ખાતે જન્મ (1980)
* હિન્દી ટેલિવિઝન શો અને ફિલ્મોના અભિનેત્રી કાંચી કૌલનો જન્મ (1982)
* ભારતીય ફિલ્મોના પ્લેબેક સિંગર અભયા હિરણમયીનો જન્મ (1989)
* કન્નડ ફિલ્મ અભિનેત્રી અને મોડલ રાગિની દ્વિવેદીનો બેગલુંરું ખાતે જન્મ (1990)