આણંદ,
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, આણંદ દ્વારા આંતરરષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ની ઉજવણીના ભાગરૂપે વિદ્યાનગર સ્થિત સંસ્કાર બાલવાડી ખાતે કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઇ હતી. જેમાં યોગ કો-ઓર્ડિનેટર દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નાગરિકો યોગ પ્રત્યે જાગૃત સાથે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.નિરંજનભાઇ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી ડો.ભાઇલાલભાઇ પટેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રતિનિધિશ્રી જયરામભાઇ ઠક્કર, જિલ્લા રમતગમત અધિકારીશ્રી એન.એસ.અસારી, ડૉ. જયના પાઠક, રોનકભાઇ સોલંકી દિવ્યાબેન ધડુક અને અન્ય મહાનુભાવો દ્વારા હરી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી.
*****