આણંદ ટુડે
શ્વેતનગરી તરીકે ધ સ્ટેટ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા- આણંદ જીલ્લામાં દેશ - વિદેશના સ્વાદરસિકોનો ચસકો દિન - પ્રતિદિન - ગુજરાતમાં વસતાં નાગરિકોમાં વધી રહ્યો છે ત્યારે જાણીતી મીઠાઇમાં વર્ષોથી જાણીતું ખંભાતનું પોપટછાપ હલવાસન-સુતરફેણી અને પાપડ ચવાણું સ્વાદ રસિકોની જીભે ચોટીને રહી ગયેલ છે.
ત્યારે વર્ષો અગાઉં આ સુતરફેણી હલવાસન કે પાપડ ચવાણું લેવા કે મંગાવા ખંભાત જવું પડતું હતું. પરંતુ ખંભાતની આ સુતરફેણી અને હલવાસનનો સ્વાદ માનવંતા ગ્રાહકોની સેવા માટે હવે વિદ્યાનગરના આંગણે ઘરે બેઠા ચરોતર વાસીઓ લઇ રહેલ છે.
વ્યાજબી દામ, એજ સ્વાદ એજ સુગંધ અને ઉત્તમ ક્વોલીટી અને માયાળુ સ્વભાવ વાળા પરેશભાઇ સુખડીયા હવે દેશ વિદેશ ચરોતરના ઘરઘરમાં જાણે પરિવારના એક સભ્ય બની ગયા હોય તેવો સંતોષ ગ્રાહકો અનુભવી રહ્યા છે.
અમારા આણંદ ટુડે ન્યુઝના સ્પેશીયલ રીપોર્ટર શ્રી પ્રકાશ જોષીએ મુલાકાત લેતાં ખંભાતના પોપટછાપ હલવાસન અને સુતરફેણીની પ્રોડક્ટ વિશે જાણકારી લેતાં શ્રી પરેશભાઇ સુખડીઆ એ જણાવ્યું હતું કે, 2005 થી સુખડીઆ સ્વીટ એન્ડ ફરસાણ ગ્રાહકોની સેવામાં અવિરત કાર્યરત છે. અમારુ મુખ્ય લક્ષ્ય ગ્રાહકોનો સંતોષ એજ અમારી સેવા છે. વ્યાજબી ભાવ ઉત્તમ ક્વોલિટીથી ગ્રાહકો સંતોષ અનુભવી રહેલ છે. જેમાં ખાસ અમારી સ્પેશ્યલ આઇટમ ખંભાતનું હલવાસન-સુતરફેણી-પાપડ ચવાણું ગ્રાહકોની પ્રથમ પસંદગી છે.
આ સિવાય વિવિધ મીઠાઇ, પેંડા, બરફી, કેસર મોતીચુર, મેથીફુલવડી, મેથી મુઠીયા, મકાઈ ભાખરવડી, કાજુ મીઠાઇ, બુંદી લાડુ, કેસર મોહનથાળ, મૈસુર તેમજ ગરમા ગરમ નાસ્તા લીલવા કચોરી, સમોસા, ખાસ્તા કચોરી, ખાંડવી વિવિધ નમકીનનો સ્વાદ પણ ગ્રાહકોના મન મોહી લીધા છે.
ત્યારે ચરોતરના સ્વાદ રસિકો અને દેશ વિદેશ જતાં ટુરિસ્ટો હવે વિદ્યાનગર રોડ ઉપર આવેલ દુકાનમાં સતત 18 વર્ષથી સુખડીયા સ્વીટ એન્ડ ફરસાણ ખંભાતનુ હલવાસન - સુતરફેણી - પાપડ ચવાણું તેમજ મગસ શુધ્ધ ઘીનો દાણાદાર મોહનથાળ, મૈસુર, કાજુની વિવિધ મીઠાઇએના આ સ્વાદથી સંતોષ અનુભવી રહેલ છે. ત્યારે બીજી તરફ ગરમા ગરમ કચોરી, ખાંડવી, સુરતી ખમણનો ચટાકો કરવાં લાઇનો લાગે છે. ત્યારે આણંદ ટુડે અખબાર ખંભાતવાળા સુખડીઆ સ્વીટ એન્ડ ફરસાણની દિન પ્રતિદિન પ્રગતિની શુભેચ્છા વ્યક્ત કરે છે.