નડીઆદ
મહર્ષિ ચરકની પંકિત આયુર્વેદ એ અમૃત છે અને ભગવાન ધન્વંતરી દ્વારા આયુર્વેદમાં આપેલ આવેલ માનવ કલ્યાણ-સ્વાસ્થ્ય માટેની ચિકિત્સા પધ્ધતિ હોવાનું રસવૈદ્ય ડૉ. રોનક શર્માએ જણાવી આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિની સાથે આયુર્વેદ અધ્યાત્મ ચિકિત્સા સાથે જોડાયેલ હોઇ મન અને તનની પણ ચિકિત્સા કરતું હોવાનું ઉમેર્યું હતું.
શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા વડીલોનું વિશ્રામ મંડળની મળેલ સામાન્ય સભામાં ખાસ કરીને વડીલોને આયુર્વેદ ચિકત્સા પધ્ધતિ વિશે જાણકારી મળી રહે તે માટે રસવૈદ્ય રોનક શર્મા સાથે વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો.
આ વાર્તાલાપમા ડૉ. રોનક શર્માએ શ્રધ્ધા, ધીરજ અને નિયમિતતા રાખીને આયુર્વેદ ઔષધનું સેવન કરવાથી રોગ મટી શકવાની સાથે આયુર્વેદમાં ઇમરજન્સી સારવાર નથી, પરિણામ મોડું મળે છે જેવી પ્રવર્તી રહેલ માન્યતાઓ ઉપર પ્રકાશ પાડયો હતો.
ડૉ. રોનક શર્માએ આયુર્વેદનું જીવનમાં મહત્વ, આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ શું છે, આયુર્વેદ સારવાર શું છે, પંચ ગવ્ય અને પંચકર્મ વચ્ચેનો તફાવત, આયુર્વેદનું આધ્યાત્મ સાથેનું જોડાણ સહિત વિવિધ પાસાંઓની વિગતવાર સમજ આપી વર્તમાન સમયમાં શારીરિક અને માનસિક રીતે કેવી મજબૂત બની શકાય, સ્વાસ્થ્યમાં ઘીનું મહત્વ જેવી બાબતો સમજાવી ઘી વિશે સમાજમાં રહેલી માન્યતાને દૂર કરવા જણાવ્યું હતું.
આ સમયે મંડળના સભ્યોએ તેઓને મૂંઝવતા પ્રશ્નો જેવાં કે, ઢીંચણનો દુ:ખાવો, પાચનક્રિયાના, વિરોધી આહાર શું છે, પાણી પીવાની પધ્ધતિ, કેટલું પાણી પીવું જોઇએ જેવા પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ આપી વિગતવાર સમાજ આપવાની સાથે રાંધેલો જ ખોરાક ખાવો, વાસી ખોરાક ન ખાવો, ખોરાકને વારંવાર ગરમ કરીને ન ખાવો જોઇએ, ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઇએ જેવી બાબતો સમજાવી જૂના અને હઠિલા રોગોમાં આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી કેવી રીતે પરિણામ મેળવી શકાય તે સમજાવ્યું હતું.
વાર્ષિક સામાન્ય સભામાં આગામી બે વર્ષ માટે પ્રમુખ તરીકે શ્રી ગોવિંદભાઇ શાહની જયારે મંત્રી તરીકે શ્રી સંજયભાઇ શાહની, ઉપપ્રમુખ તરીકે શ્રી પ્રવિણભાઇ એ. શાહ, સહમંત્રી તરીકે શ્રી રાજેશભાઇ આર.શાહ, ખજાનચી તરીકે શ્રી જૈમીનભાઇ બી. શાહ, સહખજાનચી તરીકે શ્રી દિલીપભાઇ આર. શાહ, આઇ.પી.પી. તરીકે
શ્રી પંકજભાઇ ઓ. શાહ, આંતરિક ઓડીટર તરીકે શ્રી કિરીટભાઇ એસ. શાહ, જન્મદિન કન્વીનર તરીકે
શ્રી યોગેશભાઇ સી. શાહની જયારે કારોબારી સભ્યો તરીકે વિનોદભાઇ એમ. શાહ, મહેન્દ્રભાઇ સી. શાહ, દિનેશચંદ્ર
કે. શાહ, શ્રી ધીરુભાઇ એમ. શાહ, શ્રી ધીરજલાલ સી. શાહ, વિનુભાઇ એ. શાહ, નરેશભાઇ એચ. શાહ, બંકીમભાઇ ડી. શાહ, દીલીપભાઇ બી. શાહ, કૌશિકભાઇ કે. શાહ, મયંકભાઇ બી. શાહ, હરીઓમ એસ. શાહ, ગીરીશચંદ્ર કે. શાહ, વિજયભાઇ સી. શાહ અને અમીતભાઇ એન. શાહની વરણી કરવામાં આવી હતી.
આ સામાન્ય સભા દરમિયાન મંડળમાં આવેલ નવા સભ્યો તથા જે સભ્યોના જન્મદિન હતા તેવા સભ્યોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જયારે પ્રમુખ શ્રી ગોવિંદભાઇ શાહએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને મંત્રી
શ્રી સંજયભાઇ શાહએ આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર કામગીરીની તથા મંડળના સૂચિત બંધારણ વિશે ચર્ચા કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિનોદભાઇ એમ. શાહએ કર્યું હતું જયારે અંતમાં ઉપપ્રમુખ શ્રી પ્રવિણભાઇ શાહએ આભારવિધિ કરી હતી.
-------------------