AnandToday
AnandToday
Monday, 15 May 2023 18:30 pm
AnandToday

AnandToday

સુરત શહેરમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટોની આડમાં ચલાવવામાં આવતા કપલ બોક્ષ પર પ્રતિબંધ

સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા અને CCTV કેમેરા લગાડવાનો આદેશ

સુરત શહેર પોલીસ કમિશનરનું જાહેરનામુ

સુરત
 સુરત શહેરના ઘણા વિસ્તારમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો, પાનના ગલ્લા  વગેરેની આડમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા (કપલ બોક્ષ) ઉભા કરી તેમા અસામાજિક પ્રવૃતિઓ ચાલતી હોય છે. જેને ધ્યાને લઈને પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
            જાહેરનામા અનુસાર શહેરી વિસ્તારમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો, વિગેરે જગ્યાઓએ એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા (કપલ બોક્ષ) કેબિન બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો, વિગેરે જેવી જગ્યાએ સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા અને આવી તમામ જગ્યાઓએ સ્પષ્ટ દેખાય તે રીતે CCTV કેમેરા લગાડવાના રહેશે.  
        આ જાહેરનામુ તા.૧૫/૦૭/૨૦૨૩ સુધી શહેર વિસ્તારમાં અમલી રહેશે. જાહેરનામાંનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.