1996માં આજના દિવસે અટલ બિહારી વાજપેઇ ભારતના 10મા વડાપ્રધાન બન્યા હતા. તેઓ પદ ઉપર પહોંચનારા ભાજપના પ્રથમ નેતા હતા. જોકે તેમની સરકાર 13 દિવસના અંતરાળમાં પડી ભાંગી હતી. બહુમત સાબિત ન કરી શકતા તેમણે રાજીનામું આપી દીધું હતું. તેના બાદ વાજપેઇ 1998 અને 1999માં ફરી વખત વડાપ્રધાન બન્યા હતા. તેમણે 24 પક્ષો સાથે ગઠબંધન કરીને સરકાર ચલાવી હતી જેમાં 81 મંત્રી હતા. તેઓ એવા પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન હતા
* સિદ્ધ યોગના સ્થાપક મુક્તાનંદનો મેંગલુર ખાતે જન્મ (1908)
* ટાટા સ્ટીલના ચેરમેન રહેલ રુસી મોદી (રુસ્તમજી હોમુસજી મોદી)નું કોલકાતા ખાતે અવસાન (2014)
* અમદાવાદ ખાતે જન્મેલા ભારતના ક્રિકેટ ખેલાડી (3 ટેસ્ટ રમનાર) દિપક શોધન (રોશન હર્ષદલાલ શોધન)નું અવસાન (2016)
દીપક શોધન ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર બીજા ભારતીય અને ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય ડાબોડી ખેલાડી છે
તેમણે પોતાની કારકિર્દીની 3 ટેસ્ટ વેસ્ટ ઈન્ડિઝમાં રમી હતી
તેમની ટેસ્ટ બેટિંગ એવરેજ 60.33 છે, જે સંપૂર્ણ ટેસ્ટ કારકિર્દી સાથે ભારતીય દ્વારા હજુ પણ સૌથી વધુ છે
શોધને ગુજરાત માટે બોલર તરીકે શરૂઆત કરી, અને જ્યાં સુધી તેમણે ઓલરાઉન્ડર તરીકેનું સ્થાન પ્રાપ્ત ન કર્યું ત્યાં સુધી તે ક્રમમાં આગળ વધતા રહ્યાં અને સ્લિંગિંગ એક્શન સાથે બોલિંગ કરી અને 43 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 73 વિકેટ ઝડપી હતી
તેમના મૃત્યુ સમયે દીપક શોધન સૌથી વૃદ્ધ ભારતીય ટેસ્ટ ક્રિકેટર હતા
* બ્રિટિશ ભારતીય નવલકથાકાર અને પત્રકાર કમલા ટેલર (કમલા પૂર્ણૈયાનું ઉપનામ કમલા માર્કન્ડાયા છે)નું લંડન ખાતે અવસાન (2004)
તેમને "અંગ્રેજીમાં લખતા સૌથી મહત્વપૂર્ણ ભારતીય નવલકથાકારોમાંના એક" કહેવામાં આવે છે
* અલવર લોકસભાના સાંસદ મહંત બાલકનાથનો જન્મ (1984)
તેઓ બાબા મસ્ત નાથ યુનિવર્સિટીના ચાન્સેલર છે અને તેઓ હિન્દુ ધર્મના નાથ સંપ્રદાયના 8મા પ્રમુખ-મહંત પણ છે
* બોન્ડ ફિલ્મ શ્રેણીમાં સિક્રેટ એજન્ટ 'જેમ્સ બોન્ડ'ની ભૂમિકા ભજવનાર (પાંચમા) અભિનેતા પિયર્સ બ્રેન્ડન બ્રોસ્નનનો આયરલેન્ડ ખાતે જન્મ (1953)
તેમણે 1995 થી 2002 દરમિયાન ચાર ફિલ્મોમાં અને બહુવિધ વિડિયો ગેમ્સમાં 'જેમ્સ બોન્ડ'ની ભૂમિકાનો અભિનય કર્યો
તે ફિલ્મ નિર્માતા પણ છે
* પદ્મશ્રીથી સન્માનિત ભારતીય બાયોફિઝિકલ સાયન્ટિસ્ટ રામકૃષ્ણ વી. હોસુરનો કર્ણાટકમાં જન્મ (1953)
* અમેરિકન ગાયક, ગીતકાર, અભિનેત્રી અને નૃત્યાંગના જેનેટ જેક્સનનો અમેરિકામાં જન્મ (1966)
તેણી તેના નવીન, સામાજિક રીતે સભાન અને લૈંગિક ઉત્તેજક રેકોર્ડ્સ તેમજ વિસ્તૃત સ્ટેજ શો માટે જાણીતી છે
* બૉલીવુડ ફિલ્મોના અભિનેતા વિકી કૌશલનો મુંબઈ ખાતે જન્મ (1988)
તેમની લોકપ્રિય ફિલ્મોમાં ઉરી, સરદાર ઉધમ, રાઝી, સંજુ, મસાન, ભુત, મનમરઝિયા વગેરે છે
તેમણે 2021માં અભિનેત્રી કેટરીના કેફ સાથે લગ્ન કર્યા છે
* ક્રિકેટર, કોચ અને બીસીસીઆઈના ભૂતપૂર્વ સત્તાવાર રેફરી રહેલ રાજેન્દ્ર જાડેજાનું જામનગર ખાતે અવસાન (2021)
સૌરાષ્ટ્ર, પશ્ચિમ ઝોન અને મુંબઈનું પ્રતિનિધિત્વ કરતી 50 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચો અને 11 લિસ્ટ A મેચોમાં ભાગ લીધો હતો
* પદ્મશ્રીથી સન્માનિત ભારતના હેન્ડલૂમ ડિઝાઇનર ગજમ અંજૈયાનો તેલગણાં રાજ્યમાં જન્મ (1955)
* ભૂતપૂર્વ વરિષ્ઠ અમલદાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી નટવર સિંહનો રાજસ્થામાં જન્મ (1931)
* બોલીવુડના ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને લેખક ધર્મેશ દર્શનનો મુંબઈ ખાતે જન્મ (1967)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ધડકન, રાજા હિન્દુસ્તાની, મેલા, બેવફા, લૂંટેરે, આપકી ખાતીર વગેરે છે
* નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત દસ્તાવેજી ફિલ્મ નિર્માતા, લેખક, શિક્ષણશાસ્ત્રી અને સંશોધક વિજયા મુલેનો મુંબઈ ખાતે જન્મ (1921)
* ત્રણ વખત લોકસભાના સભ્ય અને ફિલ્મ નિર્માતા અમૃત નાહટાનો જોધપુર ખાતે જન્મ (1928)
* ભારતની પ્રાદેશિક ભાષાની ફિલ્મોના અભિનેત્રી છાયા સિંહનો બેંગલુરું ખાતે જન્મ (1976)
* તેલુગુ અને હિન્દી સિનેમાના ગાયિકા અને અભિનેત્રી સોનલ ચૌહાણનો દિલ્હી ખાતે જન્મ (1987)
* મલયાલમ સિનેમાના ફિલ્મ અભિનેતા સુનીલ સુખડાનો જન્મ (1974)
* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેત્રી કુલરાજ રંધાવાનો દેહરાદૂન ખાતે જન્મ (1983)
* દક્ષિણના સંગીતકાર અને ગાયક-ગીતકાર કાર્તિકેય મૂર્તિનો જન્મ (1985)
* હિન્દી ટેલિવિઝન અભિનેતા શક્તિ અરોરાનો મુંબઈ ખાતે જન્મ (1986)
* સંગીતકાર, રેપર, ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક ઋષિકેશ પાંડેનો મુંબઈ ખાતે જન્મ (1992)
* સ્વાતંત્ર્ય સેનાની અને આસામ રાજ્યના વકીલ ભીમબોર દેવરીનો જન્મ (1903)
* ભાજપને લોકસભામાં સંપૂર્ણ બહુમતી મળી (2014)
* ઈંગ્લેન્ડે ક્રિકેટની રમતના ઈતિહાસમાં ICC વર્લ્ડ T20 કપ પ્રથમ વખત જીતી વિશ્વ ખિતાબ મેળવ્યો (2010)
ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં 147 રન સામે 17 ઓવરમાં જ 148 કરી, હરાવીને એક સ્મારક જીત મેળવી હતી
મેન ઓફ ધ સિરીઝ કેવિન પીટરસન બન્યા