AnandToday
AnandToday
Saturday, 13 May 2023 18:30 pm
AnandToday

AnandToday

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના પ્રાગટ્ય પર્વે
આણંદના બી.એ.પી.એસ. અક્ષરફાર્મ ખાતે ત્રિદિવસીય યોગી-જયંતિ પર્વનો શુભારંભ

BAPSના વિદ્વાન વક્તા અને સદગુરુવર્ય સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી દ્વારા પ્રથમ દિવસે દીપ-પ્રાગટ્ય અને યોગીજી મહારાજના દિવ્ય જીવન પર કથામૃતની શરૂઆત થઈ

આણંદ
ભગવાન શ્રી સ્વામિનારાયણના ચતુર્થ આધ્યાત્મિક વારસદાર બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજના પ્રાગટ્ય દિન – વૈશાખ વદ બારસ ઉપક્રમે તા.૧૪/૫/૨૦૨૩ના રોજ આણંદના બી. એ. પી .એસ. અક્ષરફાર્મમાં કુલ ત્રણ દિવસીય યોગીજયંતી પર્વના આજના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય થી શરૂઆત કરવામાં આવી. જેમાં BAPSના વિદ્વાન વક્તા અને સદગુરુવર્ય સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી,કોઠારી પૂજ્ય ભગવદચરણ સ્વામી સહિત મહાનુભાવો જોડાયા હતા.
યોગીજી મહારાજના વરદ હસ્તે દીક્ષિત અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સાથે જેઓએ 40 થી વધુ વર્ષો સુધી વિચરણ કરેલ છે તેવા BAPS સંસ્થાના વિદ્વાન વક્તા અને સદગુરુવર્ય સંત પૂજ્ય વિવેકસાગર સ્વામીના મુખેથી કથામૃત દ્વારા સૌને યોગીજી મહારાજના વિવિધ ગુણોથી પરિચિત કરાવવામાં આવ્યા હતા. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ તો ગુણોના મહાસાગર હતા. આજના પ્રથમ દિવસે આનંદમય બ્રહ્મ ના મધ્યવર્તી વિચાર સાથે સૌ ભાવિકોને યોગીજી મહારાજનું ભગવાન સાથેનું અતૂટ બંધન, શ્રદ્ધા અને વિશ્વાસ તેમજ તેમની આ લાક્ષણિકતાથી અભિભૂત થનાર વ્યક્તિવિશેષના પ્રસંગોની વાતો, આજના પ્રથમ દિવસે સૌ ભાવિકોને પીરસવામાં આવી હતી.
આ જ રીતે અક્ષરફાર્મ ખાતે આવતીકાલે તા.૧૫, મે રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ કાર્યક્રમ રહેશે અને તા. ૧૬, મે, ૨૦૨૩ પૂર્ણાહુતિ દિન, સાંજે ૬.૩૦ થી ૮.૩૦ સભા કાર્યક્રમ અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.