ઓલપાડ
ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિનથી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે–તાલુકે, “જનમંચ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી .આ કાર્યક્રમના ભાગ હેઠળ તા. 13 મે ૨૦૨૩, શનિવાર ના રોજ ઓલપાડ અને મહુવા ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી હતી.
· જનમંચ” દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદો ના પરીણામલક્ષી નિવારણ માટે જનસભા થી વિધાનસભા સુધીની લડત લડીશુ તેમ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું વધુમાં તેમણે કહ્યું હતું કે જનતાની અવાજને બુલંદ કરવા, “જનમંચ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય શ્રી અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, જંગી બહુમતિના ગુમાનમાં રાચતી ડબલ એન્જીન સરકાર ઉત્સવો-મહોત્સવો-રાજકીય એજન્ડામાં વ્યસ્ત અને ભ્રષ્ટાચારમાં મસ્ત છે. ત્યારે એક રચનાત્મક વિપક્ષ તરીકે વિધાનસભા કોંગ્રેસ પક્ષ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ સામાન્ય ગુજરાતીના પ્રશ્નો-સમસ્યાઓ-રજુઆતો-ફરીયાદો-સુચનો-અવાજને બુલંદ કરવા, મંચ આપવા ૧મી મે ગુજરાત સ્થાપના દિવસથી સામાન્ય ગુજરાતી માટે શરૂ કરી રહ્યા છે “ જનમંચ ”.કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું, જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો એ પોતાની સમસ્યાઓની રજુઆત કરી.
૧. સરકારી તંત્ર માં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર બાબત
૨. ખેડૂતો ને થઇ રહેલા અન્યાય (જમીન માપણી, વીમા યોજના ગેરરીતિ, ગૌચર ની જમીન પચાવી પાડવી, જમીન પર થયેલા દબાણ, વીજ મીટર અને વીજળી, પોષણક્ષમ ભાવ બાબત)
૩. યુવાન ભાઈ-બહેનો ને થઇ રહેલા અન્યાય (ધીમી સરકારી ભરતી, પેપરલીક, ડમી કાંડ બાબત)
૪. કથળતી કાયદો વ્યવસ્થા ની સ્થિતિ બાબત
(મહિલાઓની છેડતી અત્યાચાર વધતા બનાવો)
(ગેરકાયદેસર દબાણો, ટ્રાફિકની સમસ્યાઓ)
(વિસ્તાર માં ચાલતી દેશી વિદેશી દારૂ ની હાટડીઓ, જુગાર, અનૈતિક પ્રવૃત્તિઓ)
(માથાભારે તત્વો દ્વારા જમીન મિલકતો પચાવી પાડવા અને વ્યાજખોરો ના ત્રાસથી પરેશાની)
(પોલીસતંત્રને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી બાબત)
૫. નિયમિત રૂપે ટેક્ષ અને જી.એસ.ટી. ભર્યા પછી પણ રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સામાન્ય સુવિધાઓ થી વંચિત છો એ બાબત
૬. મોંઘુ શિક્ષણ લીધા પછી પણ સતત નડતી રોજગારી ની સમસ્યા અને જિલ્લા માં માત્ર પ્રાઇવેટ કોલેજો ને બેફામ પરવાનગી આપવામાં આવી છે એ બાબત
૭. ભૂગર્ભ જળ ના સ્તર દિવસે ને દિવસે નીચે જઈ રહ્યા છે. ખેત તલાવડી યોજના હોય કે ગામ ના તળાવ ઊંડા કરવાની બાબત હોય તમામ યોજનાઓ માત્ર કાગળ પર જ છે એ બાબત
૮. સરકારી દવાખાના અને હોસ્પિટલ માં માળખાકીય સુવિધાઓ મળતી નથી, ગામેગામ અદ્યતન લેબોરેટરી ઉપલબ્ધ નથી, મોંઘા આરોગ્ય બાબત પોતાની રજૂઆતો કરી શકશે.
ખુબ મોટી સંખ્યા માં ઓલપાડ અને મહુવા ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા સાહેબ ના આ જનલક્ષી અભિગમ ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત જનમંચ એ આપ્યો.
ઓલપાડ અને મહુવા ખાતે "જનમંચ" કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે ભ્રષ્ટાચાર, મોંઘવારી, જૂની પેંશન યોજના, જમીનો પર થયેલા દબાણો સહિત અનેકવિધ મુદ્દાઓ પર ઓલપાડ અને મહુવા ના સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.
ઓલપાડ અને મહુવા જિલ્લા-તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, માંડવી ના પૂર્વ ધારાસભ્ય શ્રી આનંદ ચૌધરી ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.