AnandToday
AnandToday
Saturday, 13 May 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ

તા. 14 મે : 14 May 
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)

ફેસબુકના સ્થાપક અને ચેરમેન - સીઇઓ માર્ક ઝુકેબર્ગનો આજે જન્મદિવસ 

આજે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને નાનામાં નાનું બાળક ઓળખે છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને આજે આખી દુનિયા ફેસબુકને કારણે જાણે છે. તેમનો જન્મ14 મે 1984નાં રોજ અમેરિકામાં થયો હતો.
માર્ક ઝુકરબર્ગ. સૌથી લોકપ્રિય સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક થકી સૌથી નાની ઉંમરમાં અરબપતિ બનનારા આ સીઈઓના નામથી ભાગ્યે જ કોઈથી અજાણ હશે. ફેસબુકના સીઈઓ તરીકે માત્ર 1 ડોલરની સેલરી લેનારા માર્કની સંપતિ 33.1 બિલિયન ડોલર છે. વિશ્વના સૌથી ધનાઢ્યો અને પ્રભાવશાળી વ્યક્તિઓની ફોર્બ્સ અને ટાઈમ જેવા મેગેઝીનોની યાદીમાં તે સ્વાભાવિક પણે સ્થાન ધરાવે છે.

* કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને શોધક પ્રણવ મિસ્ત્રીનો ગુજરાતના પાલનપુર ખાતે જન્મ (1981)
તેઓ STAR લેબ્સના પ્રમુખ અને સીઈઓ હતા અને સિક્થસેન્સ, સેમસંગ ગેલેક્સી ગિયર અને પ્રોજેક્ટ બિયોન્ડ પરના તેમના કામ માટે જાણીતા છે 

* વડોદરાના સાંસદ રહેલ જયાબેન ઠક્કરનો વડોદરા ખાતે જન્મ (1952)
* ભારતીય તબીબી શોધક, ઉદ્યોગસાહસિક અને સાહસ મૂડીવાદી મીર એ. ઈમરાનનો હૈદરાબાદ ખાતે જન્મ (1956)
તેઓ વિશ્વના પ્રથમ ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયાક ડિફિબ્રિલેટર વિકસાવવામાં તેમની ભૂમિકા માટે જાણીતા છે 
તેમણે 20 થી વધુ મેડિકલ ડિવાઇસ કંપનીઓ બનાવી છે અને 400 થી વધુ પેટન્ટ ધરાવે છે

* ઇંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી (19 ટેસ્ટ અને 6 વનડે રમનાર) બોબ વુલમરનો ભારતના કાનપુર ખાતે જન્મ (1948)
તેઓ દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન ટીમના કોચ રહ્યાં હતા 

* દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ફિલ્મકાર મૃણાલ સેનનો બાંગ્લાદેશમાં જન્મ (1928)
તેમની યાદગાર ફિલ્મોમાં ભુવન સોમ, મ્રિગયા વગેરે છે 

* મિસ વર્લ્ડ 2017 અને હિન્દી ફિલ્મ અભિનેત્રી માનુષી છીલ્લરનો હરિયાણા રાજ્યમાં જન્મ (1997)

* હિન્દી, મરાઠી, ગુજરાતી સહિત અનેક ભાષાની ફિલ્મોના અભિનેતા સચિન ખેડેકરનો મુંબઈ ખાતે જન્મ (1965) 

* પદ્મશ્રીથી સન્માનિત પ્રોફેસર, આયુર્વેદાચાર્ય વૈદ સુરેશ ચતુર્વેદીનો રાજસ્થાન રાજ્યમાં જન્મ (1928)

* હાલ અમેરિકા નિવાસી સંગીતકાર અને સરોદ વાદક અનુપમ શોભાકરનો કોલકાતા ખાતે જન્મ (1979)

* પાકિસ્તાનમાં જન્મેલા ભારતીય ફિલ્મ નિર્માતા નિર્દેશક કે. અમરનાથનું મુંબઈ ખાતે અવસાન (1983)