AnandToday
AnandToday
Thursday, 11 May 2023 18:30 pm
AnandToday

AnandToday

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નવું નજરાણું: ચારૂસેટ NRI હોસ્ટેલનું ભૂમિપૂજન

ચારૂસેટમાં રૂ. 22.50 કરોડના ખર્ચે કુલ 8 માળની સંપૂર્ણ એરકંડિશન  NRI હોસ્ટેલ 1.75 એકરમાં આકાર પામશે

ચારૂસેટમાં 25થી વધારે દેશોના 250થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

ચાંગા
 દેશદુનિયામાં શિક્ષણ ક્ષેત્રે ખ્યાતનામ A+ ગ્રેડ ધરાવતી ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ યુનિવર્સિટી) સફળતાના સોપાનો સર કરી રહી છે ત્યારે ચારૂસેટ દ્વારા વધુ એક નવતર પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ચારૂસેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા NRI વિદ્યાર્થીઓ અને વિવિધ દેશોના વિદ્યાર્થીઓ માટે  ચારૂસેટ  NRI હોસ્ટેલનું  ભવ્ય નિર્માણ કરવામાં આવશે. ચારૂસેટ કેમ્પસમાં 12મી મે, શુક્રવારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચારૂસેટ  NRI હોસ્ટેલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. 
આ પ્રસંગે કેળવણી મંડળ અને ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્ર પટેલ, માતૃસંસ્થા-CHRFના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા- કેળવણી મંડળ-CHRFના મંત્રી ડો. એમ. સી. પટેલ,  કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલ, કેળવણી મંડળના સહમંત્રી અને સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, કેળવણી મંડળના ખજાનચી શ્રી ગિરીશભાઈ પટેલ, ઇન્ટરનલ ઓડિટર શ્રી બિપિનભાઈ પટેલ, CHRFના ઉપપ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થાના સહમંત્રી શ્રી ધીરુભાઈ પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી પ્રિ. આર. વી. પટેલ, વી. એમ. પટેલ, ચંદ્રકાંત પટેલ, બિન્દુબેન પટેલ, પલ્લવીબેન પટેલ, મિલસેન્ટ પરિવારના જયશ્રીબેન પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી એન. એમ. પટેલ, જગાજી કન્સ્ટ્રક્શન પરિવારના અનિલભાઈ પટેલ અને સુરેશભાઇ પટેલ,  શૈક્ષણિક સંકુલ આણંદના કો-ઓર્ડિનેટર ચિરાગ પટેલ, આણંદ ઘટકના પ્રમુખ ચિરાગ પટેલ,  સમાજ વાડીના ચિરાગભાઈ  પટેલ, મિલસેન્ટના CEO શ્રી બારડ,  માતૃસંસ્થા, કેળવણી મંડળ, યુનિવર્સિટી, CHRFના વિવિધ હોદ્દેદારો, પદાધિકારીઓ,  વિવિધ વિભાગોના ડીન,  પ્રિન્સિપાલ, વિવિધ વિભાગોના વડાઓ, એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.   
રૂ. 22.50 કરોડના ખર્ચે ચારૂસેટ  NRI હોસ્ટેલ 1.75 એકરમાં આકાર પામશે.  કુલ 8 માળની આ હોસ્ટેલ સંપૂર્ણ એરકંડિશન બનશે જેમાં કુલ 80 સ્ટુડિયો (રૂમ) બનાવવામાં આવશે. એક માળ ઉપર 10 સ્ટુડિયો બનશે. દરેક સ્ટુડિયોમાં 4 વિદ્યાર્થીઓ રહી શકશે. આમ કુલ 320 વિદ્યાર્થીઓ આ સુવિધાનો લાભ લઈ શકશે. પ્રથમ 4 માળ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્ટુડન્ટસ માટે જ્યારે બાકીના ઉપલા 4 માળ ઇન્ટરનેશનલ બોયઝ સ્ટુડન્ટસ માટે ઉપલબ્ધ રહેશે. દરેક સ્ટુડિયોમાં ડાઈનિંગ ટેબલ, કિચનની સુવિધા રહેશે.  
આ હોસ્ટેલમાં એડમિન ઓફિસ રિસેપ્શન એરિયા, રેકટર રૂમ, સ્ટાફ રૂમ, ઈન્ડોર ગેમ્સ રૂમ, જિમ્નેશિયમ, ઓડિયો-વિડીયો રૂમ, લાઈબ્રેરી,  વિવિધ ડે ઉજવવા માટે Days’ Celebration Room નું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત હાઉસ કીપીંગ સુવિધા, સુંદર લેન્ડસ્કેપ એરિયા, 24 X 7 સીસીટીવી, ઇન્ટરનેટ અને વાઈ-ફાઈ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, સોલર રૂફ ટોપ,  ગેસ ગીઝર-સોલર હીટર, આર. ઓ. પ્યોરિફિકેશન સિસ્ટમ, 24 X 7  સિક્યુરિટી સર્વિસ, 24 X 7 વોટર સર્વિસ (હોટ એન્ડ કૂલ) જનરેટર, લૉન્ડ્રી, 4 લિફ્ટ વગેરે સુવિધાઓ ઊભી કરાશે.        
ઉલ્લેખનીય છે કે ચારુસેટ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સેલ (ISC) કાર્યરત છે જેમાં કેનેડા, ઝામ્બિયા, ઘાના, ઈરાન, કેન્યા, લાઈબેરિયા, મ્યાનમાર, નામિબિયા, નેપાળ, નાઈજીરિયા, રવાન્ડા, સાઉથ સુદાન, શ્રી લંકા, સ્વાઝીલેન્ડ, તાન્ઝાનિયા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, મલાવી સહિત 25થી વધારે દેશોના 250થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અનેકવિધ સંસ્કૃતિ, રહેણીકરણી, ભોજન-આહારમાં વિવિધતા ધરાવતા વિવિધ દેશોના આ 250થી વધુ વિદ્યાર્થીઓને એક જ છત હેઠળ વર્લ્ડ ક્લાસ સુવિધા પ્રાપ્ત થઈ શકે તે ઉમદા હેતુથી આ ચારૂસેટ  NRI હોસ્ટેલનું નિર્માણ કાર્ય હાથ ધરાશે.  

oooooo 

ચારૂસેટ NRI હોસ્ટેલની વિશેષતા 

રૂ. 22.50 કરોડનો ખર્ચ

1.75 એકર જમીન

કુલ 8 માળની હોસ્ટેલ સંપૂર્ણ એરકંડિશન 

320 વિદ્યાર્થીઓ રહી શકશે 

કુલ 80 સ્ટુડિયો (રૂમ). એક માળ ઉપર 10 સ્ટુડિયો. દરેક સ્ટુડિયોમાં 4 વિદ્યાર્થીઓ. 

પ્રથમ 4 માળ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્ટુડન્ટસ માટે બાકીના ઉપલા 4 માળ ઇન્ટરનેશનલ બોયઝ સ્ટુડન્ટસ માટે ઉપલબ્ધ

દરેક સ્ટુડિયોમાં ડાઈનિંગ ટેબલ, કિચન  
એડમિન ઓફિસ રિસેપ્શન એરિયા
રેકટર રૂમ, સ્ટાફ રૂમ  ઈન્ડોર ગેમ્સ રૂમ

જિમ્નેશિયમ ,ઓડિયો-વિડીયો રૂમ 
લાઈબ્રેરી ,

વિવિધ ડે ઉજવવા Days’ Celebration Room 

હાઉસ કીપીંગ સુવિધા, લૉન્ડ્રી

4 લિફ્ટ, સુંદર લેન્ડસ્કેપ એરિયા 
24 X 7 સીસીટીવી,

ઇન્ટરનેટ અને વાઈ-ફાઈફાયર ફાઇટિંગ સિસ્ટમ, સોલર રૂફ ટોપ 

ગેસ ગીઝર-સોલર હીટર, આર. ઓ. પ્યોરિફિકેશન સિસ્ટમ

24 X 7  સિક્યુરિટી સર્વિસ, વોટર સર્વિસ (હોટ એન્ડ કૂલ) જનરેટર