ઓ...હો...હો...હો... કેટલા વરસના ગોરી...તમે તો નાના નાના ગોરી..આ ડાયલોગ સાંભળીને સૌને ગુજરાતી ફિલ્મના હાસ્ય સમ્રાટ કલાકાર રમેશ મહેતાની યાદ અચૂક આવી જાય. આજે છે આ જાણીતા ગુજરાતી અભિનેતા, હાસ્ય કલાકાર, ફિલ્મ લેખક, નિર્માતાની પુણ્યતિથિ.
ગુજરાત ગૌરવ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમી એવૉર્ડથી સન્માનિત ગુજરાતી ચલચિત્ર જગતના ખુબ જાણીતા હાસ્ય કલાકાર રમેશ મહેતાનો જન્મ ૨૩ જૂન ૧૯૩૪ના રોજ નવાગામ ખાતે થયેલો. તેમના પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબેન હતું. નાનપણથી જ તેમને નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો.
રમેશ મહેતાનું રાજકોટ ખાતે અવસાન (2012) તેઓએ અમદાવાદમાં 'ભારતભૂષણ'થિયેટરમાં 6 મહિના સુધી નોકરી કરેલી, આ ઉપરાંત તેઓ રાજકોટમાં 'પીડબલ્યુડીના 'વંથલી સાઇટ પરથી સેવા બજાવતા હતા
ઓ હો હો હો... બોલવું એ તેમની ઓળખ બની હતી
તેમનું પહેલુ ચલચિત્ર 'હસ્ત મેળાપ'હતું, સૌથી જાણીતું ચલચિત્ર 'ગાજરની પિપૂડી' હતું તેમના જાણીતા ચલચિત્રમાં જેસલ તોરલ, હોથલ પદમણી, મેના ગુર્જરી, ગંગા સતી, ઢોલી, ઢોલામારું વગેરે છે
* ભારતના ક્રિકેટ ખેલાડી (10 વનડે રમનાર) જેકોબ માર્ટિનનો વડોદરા ખાતે જન્મ (1972)
2011માં પૈસાના બદલામાં યુકેમાં અસ્તિત્વમાં ન હોય તેવા આજવા સ્પોર્ટ્સ ક્લબમાં ઉભરતા ક્રિકેટરોની હેરફેર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી
ડોમેસ્ટિક ક્રિકેટમાં માર્ટિને રન-ગ્લુટન તરીકે નામના મેળવી હતી, તેણે 9,192 રન બનાવ્યા હતા અને બરોડાને 2000-01 અને 2001-02માં સતત રણજી ફાઇનલમાં લઈ જવા sathe પ્રથમમાં જીત મેળવી હતી.
* પદ્મ ભૂષણથી સન્માનિત ક્લાસિકલ ડાન્સર મ્રિણાલીની સારાભાઈનો કેરાલા રાજ્યમાં જન્મ (1918)
તેમણે અમદાવાદમાં દર્પણ એકેડમી ઓફ પરફોર્મિગ આર્ટ્સની સ્થાપના કરી હતી
તેમના લગ્ન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ સાથે 1942માં થયા હતા
* ઉર્દુ સાહિત્યના વખાણયેલા અને એટલા જ વગોવાયેલા લેખક સઆદત હસન મન્ટોનો પંજાબ રાજ્યમાં જન્મ (1912)
જેને વાંચવા કરતાં જેના વિશે વધુ વંચાયું હોય એવા લેખકોમાં મન્ટો મોખરે છે અને ૪૨ વર્ષ જેટલા ટૂંકા આયુષ્યમાં એમણે જે લખ્યું એ વિશ્વ સાહિત્યમાં મોખરાનું સ્થાન ભોગવે એવું ખમતીધર છે
ભાગલા પછી પાકિસ્તાન જવાનું પસંદ કર્યા બાદ પસ્તાઈને વધુ દુઃખ ભોગવી, દારૂના નશામાં ડૂબી ગયા, અશ્લીલતાના કોર્ટ કેસોએ અને આર્થિક બેહાલીએ એનું જીવતર અસહ્ય બન્યું હતું
* ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી અને મરાઠી ફિલ્મોના અભિનેતા સદાશિવ અમરાપુરકરનો મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર ખાતે જન્મ (1950)
તેમની યાદગાર ફિલ્મોમાં સડક, ઈસ્ક, અર્ધ સત્ય, આંખે, ટારઝન, એલાને જંગ, કુલી નંબર 1 વગેરે છે
* ગુજરાત કેડરના IAS અધિકારી અને ગુજરાતના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવનાર ડી. જગથીસા પાંડિયનનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1955)
તેઓ એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્કના વર્તમાન વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર હતા
* દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ખેલાડી હર્શલ ગિબ્સ પર સેન્ટ જ્હોન્સ ખાતે મેચ પછીની ઉજવણી દરમિયાન ગાંજાના ધૂમ્રપાનનો આરોપ મૂકવામાં આવ્યો (2011)
* બોલિવૂડ ફિલ્મોના ગીતકાર અને સંવાદ લેખક સાગર સરહદી (ગંગાસાગર તલવાર)નો પાકિસ્તાનમાં જન્મ (1931)
તેમની સાથે યશ ચોપરા, રાકેશ રોશન જેવા અનેક દિગ્ગજ ફિલ્મકાર ગૌરવથી કામ કરતા હતા
તેમની યાદગાર ફિલ્મોમાં બાઝાર, કભીકભી, સિલસિલા, ફાસલે, દિવાના, કહો ના પ્યાર હે વગેરે છે
* ભારતના મુક્કેબાજ અને કોચ સતપાલ સિંઘનો જન્મ (1955)
* હિન્દી ટીવી અભિનેતા સૌરભ પાંડેનો દિલ્હી ખાતે જન્મ (1988)
* હિન્દી અને તેલુગુ ફિલ્મ અભિનેત્રી અદા શર્માનો મુંબઈ ખાતે જન્મ (1992)
* હિન્દી ફિલ્મ અભિનેત્રી પૂજા બેદીનો મુંબઈ ખાતે જન્મ (1970)
તેમના પિતા કબીર બેદી હિન્દી ફિલ્મ અભિનેતા હતા
* હિન્દી ટીવી અભિનેતા કરણ તકરનો મુંબઈ ખાતે જન્મ (1986)