AnandToday
AnandToday
Tuesday, 09 May 2023 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટમાંએથીક્સ રિવ્યુ ઇન હેલ્થ રિસર્ચવિશે કોન્ફરન્સ યોજાઇ

આ કોન્ફરન્સમાં 13 સંસ્થાઓના 110 ડેલિગેટ્સે ભાગ લીધો હતો.

ચાંગા
તાજેતરમાં ચાંગાસ્થિત ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ઇન્સ્ટિટ્યૂશનલ એથીક્સ કમિટી (IEC) ચારુસેટ  દ્વારા તાજેતરમાં ‘એથીક્સ રિવ્યુ ઇન હેલ્થ રિસર્ચ’ વિષે પ્રથમ કોન્ફરન્સ યોજાઇ હતી. 
આ કોન્ફરન્સના ઓર્ગેનાઈઝિંગ ચેરપર્સન તરીકે ચારુસેટના ડીન (રિસર્ચ) ડો. દર્શન પટેલ, ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી તરીકે સિદ્ધરામ સરાટે અને એલ. સુરબાલા દેવી, ઇવેન્ટ કો-ઓર્ડિનેટર તરીકે ડો. ભવતોશ કીકાણી હતા.  આ કોન્ફરન્સમાં 13 સંસ્થાઓના 110 ડેલિગેટ્સે ભાગ લીધો હતો. આમંત્રિત વકતાઓ તરીકે ચેરપર્સન ડો. દર્શન પટેલ,  ડો. સ્વપ્નિલ અગરવાલ (ચેરપર્સન, IEC ચારુસેટ), આમંત્રિત વકતાઓ, EC સભ્યો, વિવિધ વિભાગોના ડીન અન પ્રિન્સિપાલો ઉપસ્થિત રહ્યા હતા. હેલ્થકેર પ્રોફેશનલોના ફેકલ્ટી,  EC સભ્યો, પી. જી. અને પી. એચ. ડી. સ્કોલર્સ વગેરેએ આ કોન્ફરન્સમાં  ભાગ લીધો હતો. 
આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ ભારતમાં વર્તમાન રેગ્યુલેટરી ગાઇડલાઇન અને GCP સાથે સુસંગત સંશોધનના એથીકલ કંડક્ટ વિષે સંશોધકો અને એથીક્સ રિવ્યુ કમિટીના સભ્યોનું જ્ઞાન વધારવાનો હતો. આ ઉપરાંત નવી દવાઓ અને કલીનીકલ ટ્રાયલ, મેડિકલ સાધનો તેમજ હેલ્થકેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને દવાઓના નિયમોનું ઓરિએન્ટેશન આપવાનો હતો.  
ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટિટ્યૂશનલ એથિક કમિટી-ચારુસેટ (IEC-ચારુસેટ) એક સંસ્થા છે જે માનવ સહભાગીઓને સંલગ્ન તમામ સંશોધન પ્રોજેક્ટ્સની સમીક્ષા કરે છે, તેને મંજૂર કરે છે અને તેનું નિરીક્ષણ કરે છે. IEC-CHARUSAT નો પ્રાથમિક હેતુ બાયોમેડિકલ/ક્લિનિકલ સંશોધનના તમામ સહભાગીઓના અધિકારો અને કલ્યાણનું રક્ષણ કરવાનો છે.  IEC-ચારુસેટ હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ રિસર્ચ, નેશનલ એથિક્સ કમિટી રજિસ્ટ્રી ફોર બાયોમેડિકલ એન્ડ હેલ્થ રિસર્ચ, (NECRBHR), સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO), ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ (HHS) દ્વારા સમર્થિત ઓફિસ ફોર હ્યુમન રિસર્ચ પ્રોટેક્શન્સ (OHRP) માં રજિસ્ટર્ડ છે.