શોલે ફિલ્મમા સાંભાનું પાત્ર ભજવનાર અભિનેતા મેકમોહનનો જન્મ ચોવીસ એપ્રિલ, ૧૯૪૮ ના રોજ કરાચીમાં થયો હતો. આ અભિનેતાએ તેની કારકિર્દીમાં લગભગ બસો જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ દરમિયાન તેણે સાઇડ વિલનનો રોલ કર્યો હતો. સીતેર અને એંસીના દાયકામાં તેઓ લગભગ દરેક બીજી ફિલ્મનો ભાગ રહેતા હતા કહેવાય છે કે શોલે ફિલ્મે દર્શકોમાં પણ તેણે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. એમાં એક નામ સંભા પણ હતું. ગબ્બર પ્રત્યે વફાદાર. આ ભૂમિકાએ જ મેક મોહનને દેશભરમાં માન્યતા આપી હતી. આ અભિનેતાએ ૧૦ મે, ૨૦૧૦ના રોજ વિશ્વને વિદાય આપી હતી.
* ઉર્દૂ શાયર અને હિન્દી ફિલ્મ ગીતકાર કૈફી આઝમીનું મુંબઈ ખાતે અવસાન (2002)
તેમને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ઉર્દૂ સાહિત્ય લાવનાર તરીકે યાદ કરવામાં આવે છે
તેમના પત્ની શૌક્ત આઝમી અને દીકરી શબાના આઝમી ફિલ્મ અભિનેત્રી રહ્યાં છે
* ગુજરાતી લેખક, કવિ, અને કટારલેખક અનિલ ચાવડાનો જન્મ (1985)
તેમનું સાહિત્ય એકેડેમી દ્વારા યુવા પુરસ્કાર -2014, શયદા એવોર્ડ 2010, ગુજરાત સાહિત્ય એકેડેમીએ 2013માં યુવા ગૌરવ પુરષ્કાર અને રાજીવ પટેલ એવોર્ડથી સન્માન થયું છે
* ભારતના ક્રિકેટ ખેલાડી (2 ટેસ્ટ અને 19 વનડે રમનાર) વિજય દહીંયાનો દિલ્હી ખાતે જન્મ (1973)
* પદ્મશ્રી, અર્જુન એવોર્ડથી સન્માનીત ભારતીય હોકી ખેલાડી અને કેપ્ટન રહેલા ઇગ્નેસ (ઇગ્નેશિયસ) ટિર્કીનો ઓડિશા રાજ્યમાં જન્મ (1981)
તે ઈન્ડિયન આર્મીમાં કમિશન્ડ ઓફિસર તરીકે પણ સેવા આપે છે
* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગના ભૂતપૂર્વ પ્રમુખ તથા જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સ્થાપકોમાંના એક મુખ્તાર અહેમદ અંસારીનું અવસાન (1936)
* સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત અને અંગ્રેજીમાં લખતા ભારતીય સાહિત્યકાર નયનતારા સેહગલનો ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજ ખાતે જન્મ (1927)
* હિન્દી અને બંગાળી ફિલ્મોના સંગીતકાર, ગાયક અને અભિનેતા પંકજ મલિકનો કોલકાતા ખાતે જન્મ (1905)
* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દ્વારા સન્માનિત કન્નડ અભિનેત્રી ઉમાશ્રીનો જન્મ (1957)
* સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત સાહિત્યકાર પી. કે. ચંદ્રનનો કેરાલા રાજ્યમાં જન્મ (1952)
* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત તેલુગુ ફિલ્મોના ગાયિકા અને વોઇસ આર્ટિસ્ટ સુનિતાનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1978)
* બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી રિષિતા ભટ્ટનો મુંબઈ ખાતે જન્મ (1981)
* નેલશન મંડેલા દક્ષિણ આફ્રિકા ના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા (1994)
તેઓ પ્રથમ અસ્વેત રાષ્ટ્રપતિ છે
* ભારતની વસ્તી 1 અબજ થઇ (2000)