AnandToday
AnandToday
Sunday, 07 May 2023 18:30 pm
AnandToday

AnandToday

શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થા અને ડુમરાલ પાટીદાર સમાજ  દ્વારા 111મો સમૂહલગ્નોત્સવ: 11 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા


સૌ પ્રથમ વાર 11 નવયુગલોને દાતા પરિવાર તરફથી 11 એક્ટિવાની ભેટ

અત્યાર સુધીમાં કુલ 111 સમૂહ લગ્નોત્સવમાં 2929 નવયુગલોએ ભાગ લીધો

પીપલગ 
શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થાના ઉપક્રમે અને સ્વ. કાંતિભાઈ ડાહ્યાભાઇ પટેલ (ડુમરાલ) પરિવાર તથા પાટીદાર સમાજ ડુમરાલના સૌજન્યથી 111મો સમૂહલગ્નોત્સવ પીપલગમાં પ્રમુખ સ્વામી સાંસ્કૃતિક કેન્દ્ર, સમાજ વાડીમાં ઉજવવામાં આવ્યો હતો. આ સમૂહલગ્નોત્સવમાં 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહલગ્નોત્સવના મુખ્ય દાતાશ્રી સ્વ. કાંતિભાઈ ડાહ્યાભાઇ પટેલ પરિવાર, શ્રી કલ્પેશભાઇ કાંતિભાઈ પટેલ તથા અમુલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ કાંતિભાઈ પટેલ, શ્રી દીપ કલ્પેશભાઇ પટેલ (USA), શ્રી વ્રજ વિપુલભાઈ પટેલ (Canada), શ્રી વિપુલભાઈ કાંતિભાઈ પટેલ પરિવાર હતા.  સૌપ્રથમ વાર 11 નવયુગલોને શ્રી વિપુલભાઈ કાંતિભાઈ પટેલ પરિવાર તરફથી 11 એક્ટિવા ભેટમાં આપવામાં આવ્યા હતા.  
આ પ્રસંગે યોજાયેલ દાતાઓના તથા નવયુગલોના સન્માન સમારંભના અતિથિ વિશેષ તરીકે દાતાશ્રી કલ્પેશભાઇ કાંતિભાઈ પટેલ તથા વિપુલભાઈ કાંતિભાઈ પટેલ (ડુમરાલ), પ્રમુખસ્થાને માતૃસંસ્થાના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે  માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના સેક્રેટરી ડૉ. એમ. સી. પટેલ, ઉપપ્રમુખ નવનીતભાઈ પટેલ,  ઉપપ્રમુખ ગીરીશભાઇ બી. પટેલ,  સોજીત્રાના ધારાસભ્ય અને  આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ અને  માતૃસંસ્થાના સહમંત્રી શ્રી  વિપુલભાઈ પટેલ,  જે. ડી. પટેલ (ડુમરાલ), માતૃસંસ્થાના સહમંત્રી ધીરુભાઇ પટેલ, સહમંત્રી ભારતીબેન પટેલ, માતૃસંસ્થાના ખજાનચી કિરણભાઈ પટેલ,  ટ્રસ્ટી  પ્રિ. આર. વી. પટેલ, ટ્રસ્ટી જશભાઈ પી. પટેલ, ટ્રસ્ટી શ્રી દીપકભાઈ પટેલ, ટ્રસ્ટી  શ્રી ચંદ્રકાન્ત પટેલ, મહિલા કન્વીનર બિન્દુબેન પટેલ, શ્રી વી. એમ. પટેલ, માતૃસંસ્થાની વિવિધ સમિતિઓના હોદ્દેદારો-અગ્રણીઓ,  સમૂહલગ્ન સમિતિના કન્વીનર શ્રી કલ્પેશભાઇ પટેલ, શૈલુભાઈ પટેલ, સંદીપ પટેલ (આણંદ), ધર્મેશ પટેલ (ડુમરાલ), મેરેજ બ્યૂરો કન્વીનર ભાનુભાઇ પટેલ, પસંદગી સંમેલનના કન્વીનર ભગવાનદાસ પટેલ, સમાજવાડી કન્વીનર ચિરાગ પટેલ, પ્રચાર પ્રસાર સમિતિ કન્વીનર અશ્વિન પટેલ,  દાતા પરિવારના સભ્યો, નડિયાદ ઘટકના હોદ્દેદારો વગેરે  હાજર રહ્યા હતા.  
ઉલ્લેખનીય છે કે માતૃસંસ્થા દ્વારા સન 1983માં પાટીદાર સમાજમાં સૌપ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજવાનું સામાજિક ક્રાંતિકારી પગલું લેવામાં આવ્યું હતું. જેનો હેતુ લગ્નો પાછળ કરવામાં આવતા બિનજરૂરી ખર્ચાઓમાંથી સામાન્ય પરિવારોને બચાવવાનો હતો. અત્યાર સુધીમાં કુલ 111 સમૂહ લગ્નોત્સવમાં 2929 નવયુગલોએ ભાગ લીધો છે. 
સ્વાગત માતૃસંસ્થાના સમૂહ લગ્ન સમિતિના કન્વીનર કલ્પેશ પટેલે કર્યું હતું.     
આમંત્રિત મહેમાનો તથા મુખ્ય દાતાશ્રીઓનું તેમજ માતૃસંસ્થાના મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.  
માતૃસંસ્થાનો પરિચય અને અહેવાલ માતૃસંસ્થાના સહમંત્રી ધીરુભાઇ પટેલે આપ્યો હતો અને સમાજની સ્થાપનાથી લઈ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરેલી પ્રગતિની ઝાંખી કરાવી હતી અને સમૂહલગ્નોત્સવનું સુંદર આયોજન કરવા બદલ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો,     
આ પ્રસંગે કન્યાદાન ભેટના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 
દાતા પરિવારના શ્રી વિપુલભાઈ કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજ દ્વારા દર વર્ષે જે સમૂહલગ્ન યોજાય છે તેમાં અત્યાર સુધીમાં 2900 થી વધારે નગયુગલોએ  પ્રભુતામાં પગલાં પાડયા છે તો આવા સમૂહલગ્નનો લાભ લેનારા દંપતિઓમાંથી આવું કોઈ સારું સામાજિક કાર્ય કરવા માટે કોઈ આગળ આવે તેની આશા તેમણે વ્યક્ત કરી હતી. નવયુગલોનું સન્માન નગીનભાઈ પટેલ, દાતા પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.  
શ્રી નગીનભાઈ પટેલે જણાવ્યુ કે 125 વર્ષ અગાઉ સમાજ સ્થપાયો હતો ત્યારથી અત્યાર સુધી અવિરત સમાજયાત્રા ચાલી રહી છે. માતૃસંસ્થા દ્વારા દર વર્ષે વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે તેમાં સૌને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. તેમણે નવયુગલોને શુભેચ્છા પાઠવી હતી. દાતા પરિવારને અભિનંદન આપતા જણાવ્યું કે સમગ્ર દાતાપરિવાર અભિનંદનને પાત્ર છે. આવા સુંદર આયોજન બદલ દાતા પરિવાર પ્રત્યે  આભારની લાગણી વ્યક્ત કરી હતી. 
અંતમાં આભારવિધિ ગીરીશભાઈ બી. પટેલે કરી હતી. 
આ સમૂહલગ્નોત્સવ વિશિષ્ટ હતો કારણ કે સમૂહલગ્નોત્સવમાં ભાગ લેનારા પ્રત્યેક નવયુગલને રૂ. 4 લાખ ઉપરાંતની કુલ 26થી વધુ ભેટસોગાદો દાતાઓ દ્વારા આપવામાં આવી હતી જેમાં સોનાની બુટ્ટી, ટીવી, ફ્રીઝ, ઘરઘંટી,  વોશિંગ મશીન,  માઇક્રોવેવ ઓવન, મીકસર, ઇન્ડકશન વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત 67 દાતા તરફથી રોકડ દાન અને 22 દાતા તરફથી ચેકથી દાન પ્રાપ્ત થયું હતું. 
આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નડિયાદ શાખા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું.