ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી મહાન અભિનેત્રીઓમાંના એક અને રાજ્ય સભાના સભ્ય રહેલ નરગીસ ભારતીય સિનેમાની પ્રથમ અભિનેત્રી હતી જેને પદ્મશ્રી મળ્યો હતો. રાજ્યસભામાં નોમિનેટ થનારી પ્રથમ અભિનેત્રી બની. આટલું જ નહીં, કાર્લોવી વેરી ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં તેને મધર ઈન્ડિયા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. નરગીસ આ સંસ્થા તરફથી એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય અભિનેત્રી હતી. 1 જૂન, 1929ના રોજ કોલકાતામાં જન્મેલી નરગીસનું અસલી નામ ફાતિમા રાશિદ હતું. તે 5 વર્ષની ઉંમરે તલાશ-એ-ઈશ્ક ફિલ્મમાં પહેલીવાર સ્ક્રીન પર જોવા મળી હતી, પરંતુ ખરા અર્થમાં ફિલ્મી કરિયરની શરૂઆત 1942માં ફિલ્મ તમન્નાથી થઈ હતી. નરગીસ દત્ત (ફાતિમા રશીદ)નું મુંબઈ ખાતે 52 વર્ષની વયે અવસાન (1981)
તેમની યાદગાર ફિલ્મોમાં મધર ઇન્ડિયા, આવારા, અંદાઝ, આગ, અદાલત, કાલા બાઝાર વગેરે છે
રાજ કપૂર સાથે તેમની જોડી ખુબ જામી, તેની શરૂઆત આગ ફિલ્મથી થઇ તેમનું પદ્મશ્રી, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (રાત ઔર દિન) અને ફિલ્મફેર એવોર્ડ (મધર ઇન્ડિયા) સાથે અનેક વખત સન્માન થયું છે તેમના લગ્ન અભિનેતા સુનિલ દત્ત સાથે થયા હતા, દીકરો સંજય દત્ત સફળ અભિનેતા છે
પતિ સુનિલ દત્ત કેન્દ્ર સરકારમાં મંત્રી રહ્યા અને દીકરી પ્રિયા દત્ત મુંબઈથી બે વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા
* રાજસ્થાન રાજ્યના ત્રીજી વખત મુખ્યમંત્રી બનેલ કોંગ્રેસના આગેવાન અશોક ગેહલોતનો જોધપુર ખાતે જન્મ (1951)
તેઓ પ્રથમ વખત 1998માં અને બીજી વખત 2008 બાદ પણ પાંચ વર્ષ પછી હાલ 2018થી મુખ્યમંત્રી છે
* ભારતીય જનતા પાર્ટીના બીજી પેઢીના યુવા "ટેક્નોક્રેટિક" નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રમોદ મહાજનની મુંબઈ ખાતે અવસાન (2006)
* પૂર્વ કેન્દ્રીય મંત્રી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને ચાર વખત ખજૂરહોના સાંસદ રહેલ ભાજપના આગેવાન ઉમા ભારતીનો જન્મ (1959)
* ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ઝાકીર હુસૈનનું નવી દિલ્હી ખાતે અવસાન (1969)
તેઓ તા.13 મે 1967એ ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા
તેઓ 1962-67 દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા
* ભારતીય લેખિકા, અભિનેત્રી અને અગ્રણી સામાજિક કાર્યકર શકુંતલા પરાંજપયેનું અવસાન (2000)
તેઓ 1958-64 દરમિયાન મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય હતા અને 1964-70 દરમિયાન રાજ્યસભાના નામાંકિત સભ્ય તરીકે સેવા આપી હતી
તેમના દીકરી સાંઈ પરંજપયે ફિલ્મ મેકર છે
* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (41 ટેસ્ટ, 19 વનડે રમનાર) સાદિક મોહમ્મદનો ભારતમાં ગુજરાતના જૂનાગઢ ખાતે જન્મ (1945)
સાદિક પ્રખ્યાત મોહમ્મદ ભાઈઓમાં સૌથી નાનો હતો. તેમના મોટા ભાઈઓ હનીફ, વઝીર અને મુશ્તાક, બધા ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા, જ્યારે સૌથી મોટો ભાઈ રઈસ ટેસ્ટમાં 12મો ખેલાડી હતો
સાદિક પછીથી અમ્પાયર બન્યો, તેના પારિવારિક વ્યવસાયમાં કામ કર્યા પછી તેણે પહેલા મલેશિયા, પછી કરાચી અને અંતે પાકિસ્તાનને કોચિંગ આપ્યું
* ભારતીય શૈક્ષણિક, રાજકારણી અને બિન-કારકિર્દી રાજદ્વારી વી. કે. (વેંગાલીલ કૃષ્ણન) કૃષ્ણ મેનનનો કેરાલા રાજ્યમાં જન્મ (1896)
ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પછી કેટલાક લોકો દ્વારા તેમને ભારતના બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા હતા
* સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનિત ભરત નાટ્યમ નૃત્યાંગના, પ્રશિક્ષક, કોરિયોગ્રાફર વિજી પ્રકાશ (વિજયા લક્ષ્મી પ્રકાશ)નો જન્મ (1956)
જે ભારતીય અને શક્તિ ડાન્સ કંપની અને ભરત નાટ્યમની શક્તિ સ્કૂલના સ્થાપક છે અને પ્રકાશ 1976થી યુએસએમાં કામ કરે છે
* ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી (2014-19) રહેલ ભાજપના આગેવાન રઘુબર દાસનો જન્મ (1955)
* દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મ પર્સનાલિટી ભાલજી પેંઢરેકર નો જન્મ (1897)
* કલાકાર પરિવાર રમેશ દેવ અને સીમા દેવના મરાઠી ફિલ્મોના અભિનેતા અજીન્કય દેવનો મુંબઈ ખાતે જન્મ (1963)
* પ્રથમ ભારતિય મૂક ફિલ્મ “રાજા હરિશચંદ્ર” મુંબઈમાં પ્રદર્શિત થઈ (1913)
આ ફિલ્મનું નિર્માણ ભારતીય સિનેમાના પિતા તરીકે ઓળખાતા દાદા સાહેબ ફાળકેએ કર્યું હતુ, 40 મિનિટ લાંબી ફિલ્મ બનાવીને દાદા સાહેબ ફાળકેએ ભારતીય સિને જગતનો પાયો નાંખ્યો હતો. આ ફિલ્મ રાજા હરિશચંદ્રના જીવન પર આધારિત હતી
આ ફિલ્મ સાયલન્ટ હોવાથી લોકોને સમજવામાં તકલીફ ન પડે તે માટે સીનની વચ્ચે ટાઇટલ પ્લેટ મૂકાવી હતી. જે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં વાર્તા સમજાવે