AnandToday
AnandToday
Sunday, 30 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

ખેડા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની ક્લસ્ટર બેઝ તાલીમ અને પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ શરૂ

સમગ્ર જીલ્લામાં કુલ ૧૨૪થી વધુ ખેડૂતો દ્વારા કુલ રૂ. ૮૮,૦૦૦/- નો પ્રાકૃતિક ઉત્પાદોના અંદાજીત ૧૬૮૦-કી.ગ્રા. જથ્થાનું વેચાણ

લોકોએ ઉત્સાહપુર્વક પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી ખેતપેદાશોની ખરીદી કરી

નડીઆદ
આત્મા પ્રોજેકટ, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન કચેરી તેમજ જીલ્લા વહીવટી તંત્ર મારફતે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને તેમની ખેત પેદાશનું વેચાણ કરવા યોગ્ય બજાર મળી રહે તે માટે ઉમદા પ્રયત્નોના ભાગરૂપે આજ રોજ ૧ મે,૨૦૨૩થી ખેડા જિલ્લાના વડતાલ, ઠાસરા, નેનપુર, નિરમાલી, છીપડી, ખેડા, મહુધા, લીમ્બાસી, ટીમ્બાનાં મુવાડા અને વસો ખાતે કુલ ૧૦ સ્થળોએ પ્રાકૃતિક ખેતીની ક્લસ્ટર બેઝ તાલીમ અને પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.  

જેમાં વિવિધ સ્થળોએ લોકોએ ઉત્સાહપુર્વક પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી ખેતપેદાશોની ખરીદી કરી હતી. સમગ્ર જીલ્લામાં કુલ-૧૨૪ થી વધુ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદીત અનાજ અને શાકભાજીનો અંદાજીત ૧૬૮૦-કી.ગ્રા. જથ્થો કુલ કિંમત રૂ. ૮૮,૦૦૦/-નું વેચાણ કરવામાં આવેલ છે.

જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા તેમજ જે ખેડૂતો હાલ પ્રાકૃતિક ખેતી કરી રહેલ છે તેઓની ખેત પેદાશોના વેચાણ માટે યોગ્ય બજાર મળી રહે તે માટે તમામ તાલુકાઓમાં ૧૦-૧૦ ગામોના ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત દરેક તાલુકાઓમાં એક સ્થળે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણની કામગીરી ખેડૂતો દ્વારા કરવામાં આવેલ હતી. 

000000