આણંદ
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પુરસ્કૃત શૈલેષ રાઠોડ દ્વારા ગુજરાતનાં ગૌરવને વૈશ્વિક ઓળખ આપનાર ગુજરાતનાં પ્રતિભાશાળીઓનું પુસ્તક "જ્ઞાનનો ઉદય:ગુજરાતનાં પ્રતિભાશાળીઓ"પુસ્તક ગુજરાત સ્થાપના દિને પ્રકાશિત થયું છે.જે હવેથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વેચાણ માટે ઉપલબ્ધ છે.
"શિક્ષણમાં ઇનોવેશન,બાળકોનાં સર્વાંગી વિકાસમાં શિક્ષણ પદ્ધતિનો નવીન તરાહમાં ઉપયોગ અને શિક્ષણ સાથે સામાજિક ઉત્થાનને કેન્દ્ર સ્થાને રાખી કાર્યરત રાજ્યપાલ પારિતોષિક વિજેતા શૈલેષ રાઠોડનાં પુસ્તકો સોસીયલ મીડિયા પ્લેટફોર્મ થકી વૈશ્વિક ઓળખ મેળવી રહ્યા છે. તેઓ શિક્ષણ જીવ છે અને સાહિત્યમાં શિક્ષણને યથાર્થ રીતે સામેલ કરી રસપ્રદ પુસ્તકો અર્પી સમાજ સેવા કરી રહ્યા હોય ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન"આ શબ્દો એન્ટરપ્રિનીયોર ઇન્ડિયાનાં વડા મારિયા રીતુએ ઉચ્ચાર્યા હતા.
પુસ્તક પ્રકાશને ઉત્સવ ગણી શિક્ષણવિદ શૈલેષ રાઠોડે જણાવ્યું હતું કે,બાળકો વર્ગખંડની ચાર દીવાલમાંથી બહાર આવશે તો જ વિસ્તરશે, વિક્સશે અને તંદુરસ્ત સમાજનો ભાગ બનશે. બાળભોગ્ય સાહિત્ય વર્તમાનની માંગ છે. ગુજરાતનાં પ્રતિભાસાળીઓની વિશેષતા એ છે કે તેઓ ચાર દીવાલો બહાર વિશેષ ભણ્યા છે.
સોસીયલ મીડિયા અને બીબાઢાળ શિક્ષણે બાળકની સુષુપ્ત શક્તિઓને ધરબાવી દીધી છે ત્યારે બાળકમાં ઉત્કઠતા જન્મ તેવું શિક્ષણ આપો, પુસ્તકો આપવા જોઈએ.