ખંભાત
બાળપણથી જ હેન્ડ બોલ અને ક્રિકેટમાં માહિર સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ધોરણ સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દેવાંગ ભરતભાઈ મહીડાની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે અંડર 14 વિભાગમાં હેન્ડબોલ રમતમાં પસંદગી થતાં ખંભાતીઓમાં આનંદ છવાઈ ગયો છે.
આ પસંદગીને પગલે આગામી દિવસોમાં દેવાંગ રમતવીરને વડોદરા મુકામે જિલ્લા અને શાળા પસંદગી કરીને રમતગમતની સ્પેશિયલ શાળામાં ફ્રીમાં રહેવા ભણવા અને સ્પેશિયલ સ્પોર્ટ્સનું કોચિંગ મળશે.
ખંભાતની સેન્ટ ઝેવિયર્સ શાળાના શિક્ષક વિપુલભાઈએ રમતવીર દેવાંગને તૈયારી કરાવી હતી.ઉપરાંત તેનાં પિતા ભરતભાઈ મહિડા પણ દેવાંગને બાળપણથી જ સ્વ વિકાસ, વિવિધ રમતોની તાલીમ માટે પ્રત્સાહિત કરતા હતા. માતા અને પિતા બન્ને દેવાંગ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરે તે માટે સતત સક્રિય રહેતા હતા.
શાળાના આચાર્યા ઇન્દિરાબેન તેમજ શિક્ષક સ્ટાફેપસંદગી થયેલ ખેલાડી દેવાંગ મહિડાને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી