નડીઆદ
ખેડા જીલ્લા ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબુત બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.જેના પગલે આજે ખેડા જીલ્લાની માતર વિધાનસભા મત વિસ્તારના દાવડા—દેગામના 20થી વધુ અગ્રણી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ખેડા જીલ્લા ભાજપ કાર્યાલય કમલમ નડીયાદ મુકામે યોજાયેલા કાર્યક્રમમાં ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહમભટ્ટ,માતરના ધારાસભ્ય લ્પેશભાઈ ૫૨મા૨,પુર્વ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં દાવડા – દેગામના અગ્રણી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દેશ હિત અને જન હિતની રીતિ – નીતિ ને આવકારી ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો.આ કાર્યકરોમાં દાવડાના સરપંચ રાકેશભાઈ કનુભાઈ પટેલ તથા અન્ય સભ્યઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત દેગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ છગનભાઈ ૫૨મા૨,સામાજિક અગ્રણી મહેશભાઈ પારેખ તથા અન્ય કેટલાક દેગામ પંચાયતના સ્થાનિક સભ્યોનો સમાવેશ થાય છે.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ એ જણાવ્યું હતું કે ખેડા જિલ્લા ના 1858 બુથ ઉપર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ નિર્દેશિત થવાનું છે ખેડા જિલ્લા ભાજપના જિલ્લા તાલુકા સંગઠનના હોદ્દેદારો સાથે આમ જનતા પણ જોડાશે અને મન કી બાત કાર્યક્રમ ના ખેડા જિલ્લા ઇન્ચાર્જ પ્રક્ષૅક ભાઈ પંડ્યા એ પત્રકાર ને વિગતો આપતા જણાવ્યું હતું કે દેશભરમાં લગભગ 262 રેડિયો સ્ટેશન અને 375 જેટલા સામુદાયિક રેડિયો સ્ટેશન પરથી વડાપ્રધાન મોદીનો મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે ખેડા જિલ્લા ના 1800 થી વધુ બુથ પર આ કાર્યક્રમ પ્રસારિત થશે આ પત્રકાર પરિષદમાં ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અમિત ડાભી રાજેશ પટેલ જિલ્લા ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા